કૉન્ડમ ટેસ્ટરના રૉલમાં દેખાશે Rakul Preet Singh, એક્ટ્રેસના હાથમાં આવી આ મોટી ફિલ્મ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અત્યારે પોતાના આગામી પ્રૉજેક્ટને લઇને ચર્ચમાં છે. ફેન્સ તેની ફિલ્મોનો ઇન્તજાર કરી રહ્યાં છે. રકુલ પ્રીત સિંહની ફિલ્મ સોશ્યલ કૉમેડી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ હંગામા અનુસાર, રકુલ પ્રીત સિંહે ખુદ પોતાના આગામી પ્રૉજેક્ટ વિશે જણાવ્યુ હતુ. આ એક સોશ્યલ કૉમેડી છે, એક રીતે આયુષ્યમાન ખુરાનાની લાઇન જ હશે. આ અત્યાર સુધીના પ્રૉજેક્ટથી અલગ હશે કેમકે રકુલ પ્રીત સિંહનો રૉલ પણ અલગ છે.
રકુલ પ્રીત સિંહ પોતાના આ પ્રૉજેક્ટમાં કૉન્ડમ ટેસ્ટરની ભૂમિકા નિભાવશે. જી, હા, તમે બરાબર સાંભળ્યુ, આ ફિલ્મમાં રકુલનો રૉલ એક સેક્સીક્યૂટિવનો હશે.
જે લોકોને એ નથી ખબર કે આ કૉન્ડમ ટેસ્ટર શું હોય છે. તેમને બતાવી દઇએ કે મોટી કૉન્ડમ નિર્માતા કંપનીઓ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને પેરૉલ પર રાખે છે, જેનુ કામ ઇન્ટીમેસી દરમિયાન કૉન્ડમ ડ્યૂરેબિલિટી ચેક કરવાનુ હોય છે.
આ પ્રક્રિયા કૉન્ડમ બનાવનારી કંપનીઓ પોતાની દરેક નવી પ્રૉડક્ટને લૉન્ચ કરતા પહેલા કરે છે, અને તેના ફિડબેકના આધારે જ પ્રૉડક્ટને માર્કેટમાં ઉતારવામાં આવે છે.
સુત્રોએ જણાવ્યુ કે આ એક ડ્રામા ફિલ્મ હશે, જેનો ઉદેશ્ય કૉન્ડમ પ્રત્યે લોકોને જાગૃત કરવાનુ હશે. આજે પણ ભારતીયો કૉન્ડમ ખરીદવા અને આના પર વાત કરતા કતરાય છે. આના આધાર પર ફિલ્મની લાઇન નક્કી કરવામાં આવી છે.
રકુલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતાં જ હા કરી દીધી હતી. RSVPના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનુ શૂટિંગ સ્થિતિ સામાન્ય થતાં જ શરૂ થઇ જશે, અને નક્કી સમયમાં જ શૂટિંગ ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.