Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Amrita Singh Love Life: અમૃતાનો પહેલો પ્રેમ હતો ક્રિકેટર રવિ શાસ્ત્રી,આ કારણે અધૂરી રહી પ્રેમકહાણી
અમૃતા સિંહનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું હતું. જેણે દરેક સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. જો કે, અભિનેત્રી વ્યાવસાયિક કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ 'બેતાબ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અમૃતા સિંહને આ ફિલ્મ દ્વારા રાતોરાત સ્ટાર બનાવી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલે પણ ડેબ્યુ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં બંનેની એક્ટિંગ અને કેમિસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
આ ફિલ્મ પછી અમૃતા સિંહને ઘણી ફિલ્મોની ઓફર મળી અને તે ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ. તે જ સમયે, ફિલ્મોની વાર્તાની જેમ, અભિનેત્રીની લવ લાઇફ પણ ખૂબ જ ફિલ્મી રહી હતી.
વાસ્તવમાં, જ્યારે અમૃતા સિંહે સની દેઓલ સાથે કામ કર્યું હતું, ત્યારે શૂટિંગ દરમિયાન બંને ખૂબ નજીક આવ્યા હતા. પરંતુ જ્યારે અભિનેત્રીને ખબર પડી કે સની પહેલેથી જ પરિણીત છે, ત્યારે તેણે પોતાની જાતને અભિનેતાથી દૂર કરી લીધી હતી.
વાસ્તવમાં રવિએ લગ્ન પહેલા અમૃતા સામે એક શરત મૂકી હતી. જેને અભિનેત્રીએ સ્વીકારવાની ના પાડી દીધી હતી. રવિની શરત એવી હતી કે લગ્ન પછી અમૃતાએ પોતાની એક્ટિંગ કરિયર છોડી દેવી પડશે. પરંતુ અભિનેત્રીએ તેની શરત ન માની અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
ત્યારબાદ અમૃતા સિંહ એક્ટર સૈફ અલી ખાનને મળ્યા અને બંનેએ વર્ષ 1991માં લગ્ન કરી લીધા. લગ્ન બાદ દંપતી બે બાળકોના માતા-પિતા બન્યા હતા. પરંતુ પછી તેમના સંબંધો પણ લાંબા ન ટકી શખ્યા અને તૂટી ગયા. આજે સૈફ અલી ખાન અભિનેત્રી કરીના કપૂરનો પતિ છે. જ્યારે અમૃતા સિંહે બીજા લગ્ન નથી કર્યા.