Pictures: ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે આ સુપર મૉડલ, સુંદરતા પર દુનિયા છે ફિદા
Mahlagha Jaberi Pictures: ઐશ્વર્યા રાયની સુંદરતાનો ડંકો આખી દુનિયામાં વાગે છે. ઐશ્વર્યાની આંખોથી લઈને તેની સુંદરતાની ચર્ચા ખુબ થાય છે, પરંતુ શું તમે ઈરાનની ઐશ્વર્યા રાયના નામથી જાણીતી મહલાઘા જબેરીની તસવીરો જોઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાલાઘા જબેરીને ઈરાનની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે. ખરેખરમાં, મહાલાઘા જબેરીનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે, તેથી જ તેની ઘણી વખત તેની સરખામણી આ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સાથે કરવામાં આવે છે.
મહાલાઘા જબેરી જેટલી સુંદર છે એટલી જ ગ્લેમરસ પણ છે. આ જ કારણ છે કે તેની તસવીરોના ફેન્સ દિવાના છે.
જોકે મહલાઘા જબેરી અમેરિકામાં રહે છે, પરંતુ મળતી માહિતી મુજબ તે મૂળ ઈરાનની છે અને મૉડલિંગમાં મોટું નામ કમાઈ ચૂકી છે.
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી મહલાઘા અવારનવાર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.
આવી જ તસવીરોને કારણે મહલાઘા જબેરી અવારનવાર ચર્ચામાં રહે છે. વર્ષ 2019માં તેની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે બિલકુલ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી.
ભારતમાં પણ મહાલાઘાના લાખોમાં ફેન્સ છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.