Indian-Origin Leader: દુનિયામાં ભારતીય મૂળના નેતાઓનો દબદબો, કમલા હેરિસ-ઋષિ સુનક સહિત થર્મન શણમુગરત્નમની ધાક, જુઓ તસવીરો....
Indian-Origin: આજકાલ દુનિયાભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે, તેમાં પણ ભારતીય મૂળના નેતાઓ કેટલાય મોટા દેશોમાં રાજ કરી રહ્યાં છે, અથવા તો પછી સારી પૉઝિશન પર બિરાજમાન થઇ ચૂક્યા છે. કમલા હેરિસ, ઋષિ સુનક અને થર્મન શણમુગરત્નમ વિશ્વમાં મોટા હોદ્દા ધરાવતા થોડાક જ માત્રર લોકો નથી. એક રિપોર્ટ અનુસાર, ભારતીય મૂળના 200થી વધુ લોકો 15 દેશોમાં નેતૃત્વના પદ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૃથ્વીરાજ સિંહ રૂપન ઉર્ફે પ્રદીપ સિંહ રૂપન 2019 થી મૉરેશિયસના રાષ્ટ્રપતિ છે. તેમનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો, જે આર્ય સમાજના અનુયાયી છે.
મૉરેશિયસના રાજકારણી પ્રવિંદ કુમાર જુગનાથ 2017થી વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે. તેમનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો, તેમના પૂર્વજો ઉત્તરપ્રદેશના છે.
ભૂતપૂર્વ પોલીસ અધિકારી ચંદ્રિકાપ્રસાદ 'ચાન' સંતોખી 2020થી સુરીનામના નવમા રાષ્ટ્રપતિ છે. સંતોખીનો જન્મ લેલીડૉર્પ, સુરીનામમાં ઈન્ડો-સુરીનામી હિન્દુ પરિવારમાં થયો હતો.
ઋષિ સુનક બ્રિટનના પ્રથમ અશ્વેત વડાપ્રધાન છે. તેઓ 200 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન છે, જેમની ઉંમર માત્ર 42 વર્ષની છે. તેઓ અગાઉ બ્રિટનના નાણામંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.
કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. તે ભારતીય મૂળની મહિલા છે. તેમણે વર્ષ 2020માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું.
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન શણમુગરત્નમે શુક્રવારે (1 સપ્ટેમ્બર)ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. આ જીત સાથે થરમન ભારતીય મૂળના નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે જેઓ વિશ્વના મહત્વના દેશોની રાજનીતિમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે.
મોહમ્મદ ઈરફાન અલીનો જન્મ લિયૉનોરા, વેસ્ટ કોસ્ટ દેમારારામાં એક મુસ્લિમ ઈન્ડો-ગુયાનીઝ પરિવારમાં થયો હતો. તેઓ 2020 થી ગયાનાના નવમા કાર્યકારી રાષ્ટ્રપતિ છે.