Friendship Day Special: પરફેક્ટ દોસ્તીનો સબૂત છે આ 8 ફિલ્મો, જો ના જોઇ હોય તો ફટાફટ જોઇલો, ફ્રેન્ડ્સશીપ માટેની મળશે ટિપ્સ
Movies Based on Friendship: ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે 'ફ્રેન્ડશિપ ડે' 4 ઓગસ્ટ એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. બોલિવૂડમાં પણ મિત્રતા પર ઘણી ફિલ્મો બની છે. 'ફ્રેન્ડશિપ ડે'ના અવસર પર, OTT પર મિત્રતા પર આધારિત ફિલ્મો જુઓ. આ ફિલ્મો જોયા પછી મિત્રો પ્રત્યેનો પ્રેમ અને લાગણી વધુ વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'શોલે' 15 ઓગસ્ટ 1975ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચે ગાઢ મિત્રતા બતાવવામાં આવી હતી. ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' ઘણું ફેમસ થયું હતું. આ ફિલ્મ આજે પ્રાઇમ વિડિયો પર જુઓ.
કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી ફ્રેન્ડશિપ બેન્ડનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલની મિત્રતા બતાવવામાં આવી હતી. તમે પ્રાઇમ વિડિયો પર તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે આ ફિલ્મ જોઈ શકો છો.
અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કાઈ પો છે' સુપરહિટ ફિલ્મ રહી હતી. તે ચેતન ભગતના પુસ્તક 'The 3 Mistakes of My Life' પર આધારિત છે. આમાં સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર રાવ અને અમિત સાધ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તેમની મિત્રતા દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 3 ઈડિયટ્સ એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આમિર ખાન, આર માધવન અને શરમન જોશીની મિત્રતા દર્શાવવામાં આવી હતી.
ફરહાન અખ્તરે ફિલ્મ 'દિલ ચાહતા હૈ'થી ડિરેક્શનમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાનની મિત્રતા બતાવવામાં આવી હતી. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર પણ ઉપલબ્ધ છે, એકવાર જરૂર જુઓ.
વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિયર ઝિંદગી'માં બતાવવામાં આવ્યું હતું કે ડૉક્ટર અને દર્દી મિત્ર પણ હોઈ શકે છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનને લીડ રોલમાં બતાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં એક પ્રેમકથા બતાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મની વાર્તા મિત્રતાની આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું છે.
ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત, ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારા મિત્રો માટે એક પરફેક્ટ ફિલ્મ છે. પ્રાઇમ વિડિયો પર આ ફિલ્મ જુઓ અને મિત્રો સાથે તેનો આનંદ માણો.