કોઇ સ્ટાર એક્ટ્રેસથી કમ નથી ભોજપુરી હીરો પવનસિંહની આ હૉટ પત્ની, જુઓ તેની પત્નીની ગ્લેમરસ તસવીરો
નવી દિલ્હીઃ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર કહેવાતા પવનસિંહની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફ પણ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે તેના બે લગ્ન થયા છે. પહેલી પત્નીની આત્મહત્યા બાદ પવનસિંહે જ્યોતિસિંહ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપવનસિંહની પહેલી પત્નીનુ નામ નિલમ હતુ, લગ્નના 6 મહિના બાદ નિલમે સુસાઇડ કરી લીધુ હતુ. કહેવાઇ રહ્યું છે કે તે એકલાપણા સામે ઝઝૂમી રહી હતી કેમકે પવનસિંહ પોતાના શૂટિંગમાં બિઝી હતો.
આ પછી પવનસિંહ વર્ષ 2018માં જ્યોતિસિંહ સાથે લગ્ન કરી લીધા. લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ પણ થઇ હતી.
કહેવાય છે કે પવનસિંહે ઘરવાળાના દબાણમાં આવીને બીજા લગ્ન કર્યા હતા, જ્યોતિસિંહ યુપીના બલિયા જિલ્લાની રહેવાસી છે.
જ્યોતિસિંહ લાઇમ લાઇટથી ઘણી દુર છે, અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી છે. કદાચ આ જ કારણ છે કે લગ્ન બાદ જ્યોતિ અને પવનની બહુજ ઓછી અને ના બરાબર તસવીરો સામે આવી છે.