આ ફિમેલ સિંગર ગ્લેમરસ લુકમાં આપે છે બોલીવૂડની અભિનેત્રીઓને માત, જુઓ તસવીરો
અદિતી સિંહ શર્માએ પોતાના સંગીત કરિયરની શરુઆત અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ ડીથી કરી હતી. ત્યારે તેણે હિંદી ફિલ્મોમાં ઘણા ગીત ગાયા છે. પરંતુ તેણે થોડા સમય માટે વર્ષ 2019માં બ્રેક લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા કક્કડ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ થતી સિંગર્સમાંથી એક છે. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બાદ આ કપલ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતું રહે છે. પોતાના ભાઈ બહેન ટોની અને સોનૂની જેમ નેહા કક્કડ ભારતીય સંગીત ઉદ્યોગની સૌથી મોટી હસ્તી બની ગઈ છે. નેહા જેટલુ સારૂ ગાય છે એટલી જ સુંદર જ પણ દેખાઈ છે.
સલમાનની ખાનની ફિલ્મનું ગીત જગ ઘુમેયા ગીત બાદ લોકપ્રિય થઈ નેહા ભસીન, પોતાની ગ્લેમરસ તસવીરોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
નીતિ મોહન સ્ટુડન્ટ ઓફ ધ યરથી ઈશ્ક વાલા લવ ગીત ગાયા બાદ પ્રસિદ્ધિ મળી હતી. પોતાની બે બહેનો શક્તિ અને મુક્તિની જેમ નીતિ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 11ને જજ કરી ચૂકી છે.
શાલ્મલી ખોલગડેએ જ્યારે ઈશ્કજાદે ફિલ્મમાં ગીત ગાયુ ત્યારથી દરેક ઘરમાં તેનુ નામ થયું છે. ત્યારથી લઈને તેણે બોલીવૂડમાં ઘણા કામો કર્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ લોકપ્રિય છે.