અલવિદા વિક્રમજીત: કોરોનાની જંગ સામે હારી ગયા.. આર્મીથી એક્ટિંગ સુધીનો આવો હતો શાનદાર સફર...
કોરોનાના વધતા જતાં કેરે વધુ એક બોલિવૂડ સ્ટારની જિંદગીને છીનવી લીધી. એક્ટર વિક્રમજીત કંવરપાલ પણ કોરોના સામે જંગ લડતાં-લડતાં જિંદગીને અલવિદા કહી ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિક્રમજીતનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો. તેમના પિતા દ્વારકાનાથ ભારતીય સેનામાં આર્મી હતા. વિક્મજીતે પણ તેમના પિતાને પગલે ચાલતા આર્મી જોઇન કરી હતી. તેઓ 2002માં આર્મીથી રિટાયર્ડ થયા હતા.
સેનાથી રિટાયર થયા બાદ તેમને કંઇક નવું અને શાનદાર કરવાની લલક જાગી, તેમણે બાળપણમાં જોયેલા સપનાનો પીછો કર્યો અને 2003માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.અહીથી તેમની જિંદગીનું નવું ચેપ્ટર શરુ થયું..
વિક્રમજીતે પાપ, કરમ, પેજ-3, ક્યા લવ સ્ટોરી, ખુશ્બૂ, હાઇજેક, થેન્ક માં, રોકેટ સિંહ, આરક્ષણ, માય ફેન્ડ પિન્ટો, મર્ડર 2, શોર્ય સહિતની અનેક ફિલ્મમાં શાનદાર અભિનય કરી એક અલગ ઓળખ બનાવી
ફિલ્મોમાં તેમણે સપોર્ટિગ એક્ટરનો રોલ કર્યો પરંતુ તેમનો અભિનય શાનદાર રહ્યો. તેમની ડાયલોગ ડિલિવરી કમાલની હતી. થોડા દિવસ પહેલા તે કોરોના સંક્રમિત થાય હતા અને 52 વર્ષની ઉંમરે કોરોના સામેની જંગમાં તેઓ હારી ગયા અને જિંદગીની અલવિદા કરી દીધું.