સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટો ? રોડ રસ્તા થયા પાણી પાણી
જામનગરઃ જામનગરના લાલપુર પંથકના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાલપુરનાચાર થાંભલા ઉમા ધામ સોસાયટી, સહકાર પાર્ક બસસ્ટેન્ડ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમોસમી વરસાદના કારણે ઉનાળુ મગ, તલ, બાજરી, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે અને કોરોના કાળમા ધરતી પુત્રો પર મોટું સંકટ આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે ખેડૂતો પર પડ્યા માથે પાટુ વાગવા જેવી સ્થિતિ સર્જાઈ છે. લાલપુરમાં ચોમાસાની જેમ પાણી રસ્તા અને ખેતરના માર્ગે ચાલતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા ,તાપી ,ડાંગ ,સુરત, તેમજ સૌરાષ્ટ્ર ,કચ્છ જેમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવમાં વાવાઝોડા વીજળી સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે તેમ પણ જણાવ્યું છે.