યલો ફ્લોરલ આઉટફિટમાં એરપોર્ટ પર સ્પોર્ટ થઇ Katrina Kaif, એક્ટ્રેસના સિમ્પલ લૂકના દિવાના થયા ફેન્સ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ દર વખતે તેની સાદગીથી તેના ચાહકોનું દિલ જીતી લે છે. તે આજે એરપોર્ટ પર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરિના કૈફ એરપોર્ટ પર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કેટરિનાએ પીળા રંગનો ફ્લોરલ સૂટ પહેર્યો હતો. જેની સાથે તેણે સનગ્લાસ પહેર્યા હતા.
કેટરિનાના આ સિમ્પલ લુકના ફેન્સ દિવાના થઈ ગયા છે. તેના ફોટા શેર કરીને લોકો કહી રહ્યા છે કે તે સિમ્પલ લુકમાં પણ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
કેટરીનાએ એરપોર્ટ પર પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા.
કેટરીના કૈફ ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ટાઈગર 3માં જોવા મળશે.
ટાઇગર 3 દિવાળીના અવસર પર થિયેટર્સમાં રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટાઇગર 3 ઉપરાંત કેટરિના મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળશે.
કેટરિના કૈફ