Special Session: માર્શલના માથા પર પાઘડી, સિક્યોરિટી ગાર્ડ અને ડ્રાઇવરનો લૂક એકદમ ખાસ, નવા સંસદના ડ્રેસ કોડની તસવીરો વાયરલ
નવા સંસદ ભવનમાં 18 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિશેષ સત્રમાં અધિકારીઓ, સુરક્ષા ગાર્ડ, ડ્રાઇવરો સહિત સમગ્ર સ્ટાફ માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. કોણ શું પહેરશે તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પાંચ દિવસીય વિશેષ સત્ર દરમિયાન, લાઇટ બ્રાઉન કલરના પેન્ટની સાથે પ્રિન્ટેડ શર્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ક્રિમ કલરના શર્ટ પર કમળનું ફૂલ છે. અધિકારીઓ ઉપર કેસરી રંગનું કટ સ્લીવ જેકેટ પહેરશે. તેની સાથે બ્લેક શૂઝ હશે.
શિયાળા માટે અધિકારીઓનો ડ્રેસ કોડ એક જ રહેશે, માત્ર જેકેટની ડિઝાઈન કરવામાં આવી છે તેમાં કટ સ્લીવ્સને બદલે ફુલ સ્લીવ્સ હશે. બ્લેક શૂઝ પણ હશે.
મહિલા અધિકારીઓ ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળશે. પ્લેન ઓરેન્જ સાડી પર લીલા અને સોનેરી કલરની બોર્ડર છે અને બંધ ગળાના બ્લાઉઝને ડિઝાઇન કરવામાં આવ્યું છે
શિયાળા માટેનો આખો ડ્રેસ કોડ એક જ રહેશે, માત્ર ઉપર ગોલ્ડન કલરનું ફુલ સ્લીવ જેકેટ હશે. જેકેટ પર કેટલીક ડિઝાઇન બનાવવામાં આવી છે જ્યારે બાકીના જેકેટ બંધ ગળાના હશે.
મેલ ચેમ્બર એટેન્ડન્ટના યુનિફોર્મનો રંગ ડાર્ક બ્રાઉન રાખવામાં આવ્યો છે. ફુલ સ્લીવ્ઝ અને ક્લોઝ નેક જેકેટ સાથે પેન્ટ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેકેટ અને પેન્ટ બંને ડાર્ક બ્રાઉન કલરના છે. સ્લીવ્ઝ અને ખિસ્સા પર કેટલીક ડિઝાઇન છે. કાળા શૂઝ પણ છે. જ્યારે મહિલા ચેમ્બર એટેન્ડન્ટ ક્રીમ અને રેડ કલરની સાડીમાં જોવા મળશે. સાડી પર લાલ રંગની બોર્ડર છે. બોર્ડર અને પલ્લુ પર ક્રીમ રંગના ડોટ પણ ડિઝાઇન કરાયા છે. આ સિવાય લાલ રંગનું બંધ ગળાનું જેકેટ હશે.
સંસદની બહાર તૈનાત સુરક્ષાકર્મીઓનો યુનિફોર્મ લીલો અને સફેદ હશે. યુનિફોર્મ મિલિટરી ડ્રેસ જેવો જ દેખાય છે. પુરૂષ અને મહિલા સુરક્ષા ગાર્ડ બંનેનો યુનિફોર્મ સમાન છે. યુનિફોર્મમાં બ્લેક બેલ્ટ અને શૂઝ પણ સામેલ છે.
ઉનાળા માટે ડ્રાઇવરો માટે ગ્રે રંગનો ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં હાફ શર્ટ અને પેન્ટનો સમાવેશ થાય છે. કાળા રંગના શૂઝ પણ હશે.
શિયાળા માટે ફુલ સ્લીવ અને પેન્ટ સાથે બ્લેક કલરના શૂઝ રહેશે.
સંસદમાં માર્શલ માટે સફેદ કુર્તા-પાયજામા સાથેનું જેકેટ હશે. બ્રાઉન રંગના શૂઝ અને માથા પર ક્રીમ અને સોનેરી રંગની પાઘડી હશે.
તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે.