બૉલીવુડની હૉટ હસીનાઓ, જેઓ જવાનીમાં બહેકી ગઇ અને પછી લગ્ન વિના જ બની ગઇ માં, જુઓ લિસ્ટ.....
Actresses Who Became Mother Without Marriage: બૉલીવુડમાં તમે પ્રેમની ઘણીબધી સ્ટૉરીઓ સાંભળી હશે, પરંતુ આજે અમે તમને અહીં એવી હસીનાઓની વાત કરી રહ્યાં છીએ, જેના પગ જવાનીમાં જ બહેકી ગયા, જવાનીમાં જ તેઓ બહેકી ગઇ અને બાદમાં લગ્ન વિના જ કુંવારી માં બની ગઇ હતી. જુઓ લિસ્ટ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીના ગુપ્તા - આ લિસ્ટમાં પહેલું નામ તે દિગ્ગજ એક્ટ્રેસનું છે, જે 80ના દાયકાથી હજુ સુધી લોકોનું ભરપુર મનોરંજન કરી રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ એક્ટ્રેસ નીના ગુપ્તાની. જેને માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ પર્સનલ લાઇફમાં પણ ખુબ સ્ટ્રગલ કરીને નામ કમાવ્યુ છે.
ખરેખરમાં, નીના ગુપ્તા નાની ઉંમરમાં જ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનને દિલ આપી બેઠી હતી, બન્નેને પ્રેમ થયો, ઇકરાર થયો અને પછી આ કપલ લિવઇનમાં રહેવા લાગ્યુ, પરંતુ આમની વાત લગ્ન સુધી ના પહોંચી શકી, પરંતુ આ દરમિયાન નીના ગુપ્તા વિવિયનના બાળકની માં બની ગઇ હતી, જેનું નામ મસાબા ગુપ્તા છે.
કલ્કિ કોચલિન - ‘દેવ ડી’ ફેમ એક્ટ્રેસ કલ્કિ કોચલિન પણ હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે, કલ્કિના પહેલા લગ્ન પૉપ્યૂલર ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સાથે થયા હતા, પરંતુ આમનો સંબંધ વધુ ના ચાલ્યો અને બન્નેના તલાક થઇ ગયા, પછી કલ્કિની લાઇફમાં એક ઇઝરાયેલી મૂળનો પેન્ટર ગાઇ હર્શબર્ગ આવ્યો અને બન્ને લિવ ઇનમાં રહેવા લાગ્યા. હવે બન્ને લગ્ન કર્યા વિના જ બે બાળકોના માતા-પિતા બની ચૂક્યા છે.
માહી ગિલ - સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’માં પોતાની એક્ટિંગનું હૂનર બતાવી ચૂકેલી એક્ટ્રેસ માહી ગિલ પણ આ લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના બૉયફ્રેન્ડની સાથે લિવ ઇનમાં રહે છે, બન્ને એક બાળકના માતા પિતા પણ બની ગયા છે.
સારિકા હસન - આ લિસ્ટમાં 80ના દાયકાની અભિનેત્રી સારિકા હસન પણ સામેલ છે. જેને સાઉથના સુપરસ્ટાર સાથે પ્રેમ થયો હતો, જે પછી બન્ને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા, અને આ દરમિયાન એક્ટ્રેસ એક દીકરીની માં બની ગઇ હતી. જોકે, બાદમાં કપલે લગ્ન કરી લીધા હતા, પછી તે બીજી એક દીકરીની મા બની હતી, પરંતુ હવે બન્નેના તલાક થઇ ચૂક્યા છે.
એમી જેક્સન - એક્ટ્રેસ એમી જેક્સને પણ હજુ સુધી પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ જૉર્જ પનાયિઓતો સાથે લગ્ન નથી કર્યા. વિના લગ્ન કરે જ એમી જૉર્જના બાળકોની માં બની ચૂકી છે.
બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂજનું નામ પણ લિસ્ટમાં સામેલ છે. જે થોડાક સમય પહેલા જ પોતાના બૉયફ્રેન્ડના દીકરાની માં બની છે. એક્ટ્રેસે એક દીકરાને જન્મ આપ્યો હતો.