Alia Rejected Films: 'વેક અપ સિડ'થી લઇને 'શેરશાહ' સુધી, આલિયા ભટ્ટે રિજેક્ટ કરી છે આ બોલિવૂડ ફિલ્મો
એક્ટ્રેસ આલિયા ભટ્ટે બોલિવૂડમાં 10 વર્ષ પૂરા કર્યા છે. તેણે એક કરતાં વધુ હિટ ફિલ્મો આપી છે, પરંતુ કેટલીક મોટા બજેટની ફિલ્મો એવી છે જેને રિજેક્ટ કરવામાં તેણે એક મિનિટનો પણ વિલંબ કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની કારકિર્દીની ટોચ પર છે. આ સાથે તે પોતાના અંગત જીવનમાં પ્રેગ્નન્સીના તબક્કાને પણ માણી રહી છે. બીજી તરફ, આજે એટલે કે 19 ઓક્ટોબરે આલિયા ભટ્ટે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દસ વર્ષ પૂરા કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં આલિયાએ પોતાની એક્ટિંગના બળ પર ઉંચાઇ હાંસલ કરી છે. પરંતુ આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માટે આલિયાની પહેલી પસંદ હતી, પરંતુ કોઈ કારણસર અભિનેત્રીએ આ ફિલ્મોને ઠુકરાવી દીધી હતી.
અભિનેત્રી કૃતિ સેનન 2017ની ફિલ્મ 'રાબતા'માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે હતી, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મની ઓફર સૌથી પહેલા આલિયા ભટ્ટને કરાઇ હતી. અહેવાલો અનુસાર, આલિયાએ આ ફિલ્મને નકારી દીધી હતી અને અંતમાં આ ફિલ્મ કૃતિ સેનને મળી હતી.
ફિલ્મ 'નીરજા'માં સોનમ કપૂર લીડ રોલમાં જોવા મળી હતી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ સૌથી પહેલા આલિયા ભટ્ટને ઓફર કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મના નિર્માતાઓને લાગ્યું કે એર હોસ્ટેસના રોલ માટે આલિયાની હાઇટ ઓછી છે. જ્યારે અભિનેત્રીને આ વિશે ખબર પડી તો તેણે પોતે જ આ ઓફર ઠુકરાવી દીધી હતી.
બાહુબલી બાદ જ્યારે પ્રભાસની ફિલ્મ 'સાહો'ની જાહેરાત થઈ ત્યારે લોકોનો ક્રેઝ વધી ગયો હતો. આ ફિલ્મ માટે આલિયા ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જો રિપોર્ટ્સનું માનીએ તો આલિયાને લાગ્યું કે ફિલ્મમાં ફીમેલ લીડને બહુ સ્ક્રીન ટાઈમ નથી. એટલા માટે તેણે ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'શેરશાહ'ના નિર્માતા ઇચ્છતા હતા કે આલિયા ભટ્ટ મુખ્ય અભિનેત્રી તરીકે ડિમ્પલ ચીમાની ભૂમિકા ભજવે. જોકે આલિયાએ પોતાના વ્યસ્ત શેડ્યૂલને ટાંકીને આ ફિલ્મ નકારી કાઢી હતી.
એ તો બધા જાણે છે કે આલિયા રણબીરને શરૂઆતથી જ પસંદ કરતી હતી અને તેની સાથે ફિલ્મમાં કામ કરવા માંગતી હતી. ફિલ્મ 'વેક અપ સિડ' માટે આલિયાને ઓફર કરાઇ હતી. અહેવાલો અનુસાર, આલિયાએ સૌપ્રથમ કોંકણા સેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું.
આલિયા ભટ્ટને પહેલીવાર ફાતિમા સના શેખનો રોલ ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન'માં મળ્યો હતો. અહેવાલો અનુસાર, સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી આલિયાને લાગ્યું કે ફિલ્મની હિરોઇન પાસે કરવા માટે વધુ નથી. આવી સ્થિતિમાં તેણે આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી.
આલિયા ભટ્ટને રોહિત શેટ્ટીની સુપર સક્સેસ ફ્રેન્ચાઇઝી 'ગોલમાલ અગેઇન' માટે પસંદ કરવામાં આવી હતી. આલિયા પણ આ ફિલ્મ માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ પાછળથી તે કોઈ કારણસર ફિલ્મમાંથી હટી ગઇ હતી. પછી આ રોલ પરિણીતી ચોપરાને ઓફર કરાયો હતો