Met Gala 2024: મેટ ગાલામાં આલિયા ભટ્ટનો ગ્લેમરસ લૂક, સાડીમાં રેડ કાર્પેટ પર વૉક કરતા ફેન્સ થયા ખુશ

Met Gala 2024: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે આ વર્ષે મેટ ગાલામાં મહેફિલ લૂંટી લીધી છે. અભિનેત્રીએ સાડી પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જે પછી ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આલિયા ભટ્ટ પોતાના દેશને ગર્વ અનુભવવાની તક ક્યારેય છોડતી નથી. પછી તે તેના અભિનય દ્વારા હોય કે આ વખતે મેટ ગાલામાં તેના લૂક મારફતે હોય

આલિયા ભટ્ટે મેટ ગાલાના રેડ કાર્પેટ પર સાડી પહેરીને વૉક કર્યું હતું. આલિયા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મેટ ગાલામાંથી આલિયાનો લુક સામે આવતા જ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આલિયાના લુકની વાત કરીએ તો તેણે ડિઝાઈનર સબ્યસાંચીની પેસ્ટલ કલરની સાડી પહેરી છે.
આલિયાએ હેર એક્સેસરીઝ અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આલિયાના મેકઅપ કરતા પણ વધુ તેની સ્માઈલ લોકોને દિવાના બનાવી રહી છે.
આલિયાને રેડ કાર્પેટ પર જોઈને ઈન્ટરનેશનલ પાપારાઝી પણ પોતાની જાતને રોકી ન શક્યા અને તેના નામની બૂમો પાડવા લાગ્યા હતા.