આલિયા ભટ્ટના લહેંગાને બનાવવા માટે લાગ્યા 3000 કલાક, આટલી મહેનત બાદ તૈયાર થયાં દુલ્હનનાં કપડાં
આલિયા ભટ્ટના લગ્નના ફોટો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. લોકો રણબીર અને આલિયાને લગ્નના અભિનંદન તો આપી જ રહ્યા છે સાથે-સાથે આલિયાની સાદગીની પ્રસંશા પણ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગે હિરોઈનો પોતાના લગ્નમાં ઘણા મેકઅપ અને ભારે કપડાંમાં દેખાતી હોય છે. પરંતુ આલિયાએ આ ટ્રેન્ડને તોડ્યો છે અને બદલી દીધો છે. આલિયા પોતાની મહેંદીમાં અને લગ્નમાં ઘણી સિમ્પલ દેખાઈ હતી.
આલિયાએ પોતાની મહેંદીના પ્રસંગે મનીષ મલ્હોત્રાનો ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. જ્યારે લગ્ન પ્રસંગે સબ્યાસાચીની સાડી પહેરી હતી.
શું તમે જાણો છો કે આલિયાએ પોતાની મહેંદીના પ્રસંગમાં જે લહેંગો પહેર્યો હતો તેને બનાવવા માટે 3 હજાર કલાક લાગ્યા હતા.
જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ આલિયાનો ફોટો શેર કરતાં જણાવ્યું છે કે, આલિયાનો લહેંગો બનાવવા માટે 3 હજાર કલાકની મહેનત લાગી છે અને તેના પર 180 પેચ લાગેલા છે.