Virat-Anushka Date: લંડનમાં કોફી ડેટ પર નિકળ્યા વિરાટ-અનુષ્કા, રોડ પર રોમેન્ટિક અંદાજમાં દેખાયા, જુઓ ફોટો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ સેટ કરતા જોવા મળે છે. બંનેની રોમેન્ટિક તસવીરો હંમેશા ચાહકોની નજર ખેંચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તાજેતરમાં, અનુષ્કા શર્માએ લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેન્સ વચ્ચે વિરાટની કોફી ડેટની સુંદર તસવીરો શેર કરી છે.

આ કપલ રસ્તાના કિનારે કોફીની મજા માણતા સાથે હસતાં જોવા મળે છે.
અનુષ્કા શર્મા હંમેશા વિરાટ કોહલીની સપોર્ટ સિસ્ટમ બનીને સાથે ઉભી જોવા મળે છે.
8 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તેની 71મી સદી ફટકારી હતી. આ દરમિયાન પોતાની ખુશી વ્યક્ત કરતા અનુષ્કાએ વિરાટની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે- હું હંમેશા અને હંમેશા તમારી સાથે રહીશ.
વિરાટ અને અનુષ્કાના ફેન્સ લેટેસ્ટ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. માત્ર 19 મિનિટમાં આ તસવીર પર બે લાખથી વધુ લાઈક્સ જોવા મળી રહી છે.
કોમેન્ટ બોક્સમાં કેટલાક યુઝર્સ તેમને બેસ્ટ કપલનું ટેગ આપી રહ્યા છે તો કોઈ તેમની કેમેસ્ટ્રીને ક્યૂટ કહી રહ્યા છે.
હાલમાં જ આ કપલનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો, જેમાં વિરાટ અનુષ્કા સાથે સ્કૂટર પર હેલ્મેટ પહેરીને રસ્તા પર મસ્તી કરતો જોવા મળ્યો હતો.