Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: 'સર્કિટ'ની અનોખી રિયલ લાઇફ લવ સ્ટોરી, આઠ વર્ષ સુધી ડેટ કર્યા બાદ કર્યા હતા લગ્ન
ફિલ્મ 'મુન્નાભાઈ'માં 'સર્કિટ'નું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતનાર અરશદ વારસીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરશદ વારસી માત્ર એક મહાન અભિનેતા જ નથી પરંતુ તેઓ ફિલ્મ ઉદ્યોગમાં એક સારી વ્યક્તિ તરીકે જાણીતો છે. અરશદે લગ્ન પહેલા તેની પત્નીને પ્રપોઝ કર્યું હતું અને જ્યારે તે હા પાડવા માંગતી હોવા છતાં અચકાઈ રહી હતી ત્યારે અરશદે કંઈક એવું કર્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
વાસ્તવમાં અરશદ અને તેની પત્ની મારિયા ગોરેટીએ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 90ના દાયકાની શરૂઆતમાં શરૂ થયેલી ઓળખાણ મિત્રતામાં બદલાઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઇ અને બંન્નેએ લગ્ન કરી દીધા હતા
અરશદ અને મારિયાના સંબંધોની શરૂઆત મિત્રતાથી થઈ હતી. જોકે અરશદને શરૂઆતથી જ મારિયા માટે ખાસ લાગણી હતી. જ્યારે અરશદે મારિયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, ત્યારે મારિયાએ સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું કે તે હજી તેના માટે તૈયાર નથી.
ખાસ વાત એ છે કે અરશદને મીડિયા બ્રીફિંગ દરમિયાન મારિયાની લાગણી વિશે જાણ થઈ. વાસ્તવમાં બંને દુબઈની ટૂર પર સાથે ગયા હતા. જ્યારે અરશદને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે તેણે પોતાના કોલ્ડ ડ્રિંકમાં બિયર મિક્સ કરી હતી. મારિયાએ હળવો નશો થયો અને ખુલ્લેઆમ અરશદ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
અરશદ અને મારિયાની પહેલી મુલાકાત એક ટેલેન્ટ હન્ટ શોમાં થઈ હતી. અહીં અરશદ ડાન્સ શોમાં જજ તરીકે અને મારિયા સ્પર્ધક તરીકે જોડાયા હતા. શો દરમિયાન અરશદને મારિયા પ્રત્યે લાગણી હતી અને એક મિત્ર તરીકે તેણે તેને તેના ડાન્સ ગ્રુપમાં જોડાવાની ઓફર કરી હતી.
જોકે મારિયાએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો. બંને એક કોમન ફ્રેન્ડ થકી ત્રણ મહિના પછી ફરી એકવાર મળ્યા હતા.
વર્ષ 1999માં અરશદ અને મારિયાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ મુસ્લિમ અને ક્રિશ્ચિયન રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જોકે શરૂઆતમાં મારિયાનો પરિવાર નહોતો ઈચ્છતો કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે. પરંતુ અરશદની લાઇફસ્ટાઇલ જોયા બાદ તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો.