GoodBye 2021: વર્ષ 2021માં આ સ્ટાર્સના સારા અને ખરાબ સમાચારો રહ્યા ચર્ચામાં
આજે વર્ષ 2021નો અંતિમ દિવસ છે. આ વર્ષે પણ ગયા વર્ષની જેમ કાંઇ ખાસ રહ્યો નથી. કેટલાક લોકોના જીવનમાં અનેક ફેરફારો આવ્યા છે તો અનેક લોકોએ આ દુનિયાને અલવિદા કરી દીધું છે. બોલિવૂડના સ્ટાર્સ માટે પણ આ વર્ષ આવું જ રહ્યું છે. અનેક એક્ટ્રેસ માતા બની તો અનેક એક્ટ્રેસે લગ્ન કર્યા. કોઇ એક્ટરે દુનિયાને અલવિદા કરી કોઇ સ્ટાર્સને જેલની હવા ખાવી પડી છે. અમે એવા સ્ટાર્સ અંગે જાણકારી આપીશું જેઓ વિવાદોમાં પણ રહ્યા અને અનેક સ્ટાર્સ ખુશ પણ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2021માં એક્ટ્રેસ કરિના કપૂર ખાન અને અનુષ્કા શર્મા બંન્ને મા બન્યા છે. અનુષ્કા શર્મા પ્રથમવાર માતા બની છે તેણે એક દીકરીને જન્મ આપ્યો છે જેનું નામ વામિકા છે. જ્યારે કરિનાએ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત માટે આ વર્ષ ઠીકઠાક રહ્યું છે. પરંતુ આ વર્ષે તેનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં તેણે પશ્વિમ બંગાળ ચૂંટણી પર એક ટ્વિટ કર્યું હતું.
સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિત નિધનની સાથે સિડનાજની સૌથી પસંદગીની પ્રેમ કહાની ખત્મ થઇ ગઇ છે. સિદ્ધાર્થના નિધન બાદ શહનાઝ ગિલ પુરી રીતે તૂટી ગઇ હતી.
વર્ષ 2021ની સૌથી ચોંકાવનારી ઘટનાઓમાં એક શાહરૂખ ખાનના દીકરી આર્યન ખાનની ધરપકડ થઇ હતી. એક ક્રૂઝ પર દરોડા બાદ એનસીબીએ તેની ધરપકડ કરી હતી. બાદમાં ડ્રગ્સ મામલામાં તેની ધરપકડ કરી હતી. તેણે લગભગ 20 દિવસ જેલમાં વિતાવ્યા હતા.
વર્ષના અંતમાં સલમાન ખાનને તેના પનવેલ ફાર્મહાઉસ પર સાપ કરડ્યો હતો. તેને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
આ વર્ષના અંતમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફે લગ્ન કર્યા હતા. તેમણે લગ્ન છૂપાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો.
બોલિવૂડ એક્ટર સોનૂ સુદ પર આઇટીના દરોડા પડ્યા હતા. દરોડા પાડ્યા બાદ તેણે ટ્વિટ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
આ વર્ષે જૂલાઇમાં બોલિવૂડના એક્ટર દિલીપ કુમારનું નિધન થયું છે. તેના અંતિમ સંસ્કારમાં શાહરૂખ ખાન, અનિલ કપૂર સહિતના અનેક સ્ટાર્સ આવ્યા હતા.