TV એંકર રહી ચુક્યા છે આ બોલીવુડ સ્ટાર, કેટલાક હિટ થયા તો કેટલાકે બોલીવુડ છોડ્યું
આયુષ્માન ખુરાના બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તેણે 'વિકી ડોનર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'રોડીઝ'ની બીજી સીઝન જીતીને લાઇમલાઇટમાં આવ્યો હતો. આ પછી તેણે ઘણા ટીવી શો હોસ્ટ કર્યા. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 3 માટે એક્સ્ટ્રા ઇનિંગ્સ ટી20માં પણ એન્કરિંગ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનીષ પૉલ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે. મૂળ દિલ્હીના મનીષે 2002માં મુંબઈમાં સ્ટાર પ્લસ ગેમ શો 'સન્ડે ટેંગો' હોસ્ટ કર્યો હતો. આ સિવાય મનીષે ઘણા રિયાલિટી શો હોસ્ટ કર્યા છે અને કરી રહ્યા છે.
પૂરબ કોહલીને એક સમયે એન્કરિંગનો માસ્ટર કહેવામાં આવતો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત દૂરદર્શનના લોકપ્રિય શો 'હિપ હિપ હુરે'થી કરી હતી. પુરબે 'સા રે ગા મા પા સિંગિંગ સુપરસ્ટાર' અને નેશનલ જિયોગ્રાફિક ચેનલના 'ટેરા ક્વિઝ' શો હોસ્ટ કર્યા હતા. તેને બોલિવૂડમાં ફરહાન અખ્તરની ફિલ્મ 'રોક ઓન'થી બ્રેક મળ્યો હતો.
સોફી ચૌધરી એમટીવીની સૌથી સફળ વિડિયો જોકી રહી છે. તે 'હે બેબી', 'પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ' જેવી ફિલ્મોમાં નાની ભૂમિકામાં જોવા મળી હતી. સોફીએ કેટલાક મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો છે.
રણવિજય 'રોડીઝ'ની પ્રથમ સિઝનનો વિનર રહ્યો છે. આ સીઝનથી, તેણે લગભગ તમામ સીઝન હોસ્ટ કરી છે. તેને અક્ષય કુમારની 'એક્શન રિપ્લે' અને સલમાન ખાનની 'લંડન ડ્રીમ્સ'માં નાનો રોલ મળ્યો હતો. એક અભિનેતા તરીકે તે કોઈ કરિશ્મા બતાવી શક્યો નથી.
બોલિવૂડ એક્ટર અપાર શક્તિ ખુરાનાએ વીજે તરીકે ઘણા શો કર્યા. તેણે આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'સ્ત્રી', 'લુકા છુપી' અને બાલા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.
ગૌરવ કપૂર રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ડરના જરુરી હૈ'માં જોવા મળ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત વીજે તરીકે કરી હતી. આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે અને આઈપીએલ હોસ્ટ કરીને હેડલાઈન્સ બનાવી રહ્યો છે.