Kashi Vishwanath Dham: બનારસના આ પ્રસિદ્ધ મંદિરમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મના કેસરિયા ગીતનું શૂટિંગ થયું, જાણો મંદિરનો રોચક ઈતિહાસ
Kashi Vishwanath Dham: બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું ગીત 'કેસરિયા' રિલીઝ થયું છે. જે આ સમયે ખૂબ વાયરલ પણ થઈ રહ્યું છે. આ ગીતમાં આલિયા અને રણબીરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, પરંતુ શું તમે તે જગ્યાને ઓળખી છે જ્યાં આ ગીત શૂટ થયું છે. જો તમે આ ગીતના શૂટિંગ લોકેશનને આ ઓળખ્યું હોય તો આવો તમને જણાવીએ કે આ ગીતનું શૂટિંગ ક્યાં થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેસરિયા ગીતનું શૂટિંગ યુપીની કાશી નગરી એટલે કે બનારસની ગલીઓમાં અને ફેમસ મંદિર કાશી વિશ્વનાથમાં થયું છે.
ગીતના વીડિયોમાં જોવા મળે છે કે, આ ગીત કાશી વિશ્વનાથ મંદિર અને તેની આસપાસની ગલીઓમાં શૂટ કરાયું છે. આ સાથે ગંગા નદીના કેટલાક સિન પણ ગીતમાં લેવાયા છે.
કાશી વિશ્વનાથ મંદિરની વાત કરીએ તો, આ મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. આ ભવ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે.
પુરાણો અનુસાર કાશી નગરી ભગવાન શિવનું પસંદગીનું નગર છે. એટલે એવું માનવામાં આવે છે કે, આ શહેરમાં જે લોકોનું મૃત્યુ થાય છે તેને ભગવાન કાશી વિશ્વનાથ જન્મ-મૃત્યુના ચક્રમાંથી મોક્ષ આપે છે.
પવિત્ર નગરી કાશીના પ્રવાસે જતા લોકો અચૂકથી ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરતા હોય છે.