Ashram-3: જાણો મધ્ય પ્રદેશમાં ક્યાં છે 'બાબા નિરાલા'નો ભવ્ય આશ્રમ, મેકર્સે શૂટિંગ માટે આપી મોટી રકમ
આશ્રમ વેબ સિરીઝનું મોટાભાગનું શૂટિંગ ભોપાલ અને તેની આસપાસ કરવામાં આવ્યું છે. વેબ સિરીઝમાં બતાવવામાં આવેલ બાબા નિરાલાનો આશ્રમ ભોપાલમાં આવેલો નૂર અસ સબા પેલેસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 એકરમાં ફેલાયેલા આ ભવ્ય મહેલને ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાને તેમની પુત્રી આબિદા માટે તૈયાર કરાવ્યો હતો. આ મહેલનું નિર્માણ વર્ષ 1920માં કરવામાં આવ્યું હતું.
આશ્રમ 3ના શૂટિંગ માટે વેબ સીરીઝના નિર્માતાઓએ આ મહેલને ભાડે રાખ્યો હતો. આ મહેલને બે મહિના માટે શૂટિંગના હેતુ માટે ભાડે આપવામાં આવ્યો હતો. જેનું ભાડું 50 લાખની આસપાસ ચૂકવવામાં આવ્યું છે.
લાંબા સમયથી આ પેલેસને લક્ઝરી હોટલ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. જો તમે ઈચ્છો તો પૈસા ખર્ચીને આ મહેલની લક્ઝરીનો આનંદ માણી શકો છો.
જો તમે આ મહેલની અંદર રહેવા માંગતા હોવ તો તમારે એક રાત રોકાવા માટે 7 હજારથી 17 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે છે.