Bhumi Pednekarના એરપોર્ટ લૂક પર ફેન્સ ફિદા, સ્ટાઇલિશ અંદાજ, ડ્રેસમાં મેચિંગ બેગે ખેંચ્યુ ધ્યાન......
Bhumi Pednekar: બૉલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી ભૂમિ પેડનેકર આજકાલ પોતાના ડ્રેસિંગ સેન્સને લઇને ફેન્સની વચ્ચે આકર્ષનું કેન્દ્ર બની છે. ભૂમિ પેડનેકર આજે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી કુલ લૂકમાં દેખાઇ હતી, ભૂમિની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબી-ટાઉનની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર સ્ટાઇલિશ અંદાજમાં એરપોર્ટ પર પહોંચી હતી.
ભૂમિના એરપોર્ટ લૂકની વાત કરીએ તો તેને કમ્ફર્ટેબલ બ્લેક આઉટફિટ પહેરેલું હતું. તેના ટોપ પર બ્રાઉન શેડની બંને બાજુએ કાળી પટ્ટીઓ હતી.
આ દરમિયાન ભૂમિ પેડનેકરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા, અને સફેદ અને કાળા શૂઝ પહેરેલા હતા. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો.
ભૂમિ પેડનેકર ખૂબ જ સિમ્પલ છતાં બ્યૂટીફૂલ લાગતી હતી. આ દરમિયાન તેની બેગે સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ હતુ.
અભિનેત્રીની નાની પણ ક્યૂટ બેગની ખાસિયત એ હતી કે તે ભૂમિના ટોપ સાથે મેચિંગ કરતી હતી. વળી, પૈપરાજીએ એરપોર્ટ પર શાનદાર રીતે અભિનેત્રીની તસવીરો પણ ક્લિક કરી હતી.
અભિનેત્રીની આ એરપોર્ટ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
ભૂમિ પેડનેકરે એરપોર્ટમાં પ્રવેશતા પહેલા સ્મિત સાથે પૈપરાજીને વિદાય આપી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભૂમિ પેડનેકર છેલ્લે વિકી કૌશલ સાથે 'ગોવિંદા નામ મેરા' અને 'ભીડ' ફિલ્મોમાં જોવા મળી હતી.