Evelyn Sharma Birthday: આઠ ભાષાઓની જાણકાર છે Evelyn Sharma , 'સિર્ફ તુમ' જેવી છે લવસ્ટોરી
બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા આજે તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. એક્ટિંગની દૂનિયાથી દૂર એવલિન આ દિવસોમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. એવલિન તેના બોલ્ડ લૂક અને સ્ટાઈલ માટે ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે તેણે મોટાભાગની ફિલ્મોમાં માત્ર સહાયક ભૂમિકાઓ જ ભજવી છે, પરંતુ તેણે ઓછી ફિલ્મોમાં બધાના દિલ જીતી લીધા છે. એવલિન શર્માને વાસ્તવિક ઓળખ અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'થી મળી હતી.
એક્ટ્રેસ એવલિન શર્માનો જન્મ 12 જુલાઈ 1986ના રોજ થયો હતો. એવલિન મૂળ જર્મનીની છે. તેનો જન્મ જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં થયો હતો. તેના પિતા ભારતીય અને માતા જર્મન છે.
તે બાળપણથી જ મોડલિંગ કરવા માંગતી હતી, જેના કારણે તેણે કોલેજ દરમિયાન જ મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
એવલિન શર્મા અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. તે અંગ્રેજી, હિન્દી, જર્મન, સ્પેનિશ, થાઈ, ટેગલૉગ ફિલિપિનો, ફ્રેન્ચ અને ડચ ભાષાઓ સહિત લગભગ આઠ ભાષાઓ જાણે છે. આ જ કારણ છે કે તેણે હિન્દી સિનેમાની સાથે અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
એવલીને હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત ફ્રોમ સિડની વિથ લવથી કરી હતી. તે ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. આ લિસ્ટમાં અયાન મુખર્જીની ફિલ્મ યે જવાની હૈ દીવાનીનો સમાવેશ થાય છે
જેમાં તેણે રણબીર કપૂર સાથે રોમાન્સ કર્યો હતો. આ સિવાય વર્ષ 2014માં તે યારિયા ફિલ્મમાં જોવા મળી હતી, જેનું ગીત સની સની ખૂબ જ હિટ રહ્યું હતું અને એવલિન આ નામથી ફેમસ થઈ ગઈ હતી. આ સાથે તેણે ‘નૌટંકી સાલા’ અને ‘સાહો’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
વાસ્તવમાં એવલિન શર્માએ વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયન ડેન્ટલ સર્જન તુષાન ભિંડી સાથે લગ્ન કર્યા છે. વાસ્તવમાં બંનેની પહેલી મુલાકાત વર્ષ 2018 દરમિયાન બ્લાઈન્ડ ડેટ દરમિયાન થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ બાદમાં બંન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.