Birthday Special: 19 વર્ષમાં ડેબ્યૂ ફિલ્મથી ઉદિતા ગોસ્વામીએ મચાવી હતી ધમાલ, એક સમયે હતી ટોપ એક્ટ્રેસ
ઉદિતા ગોસ્વામી એક સમયે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. ઉદિતા ભલે અત્યારે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેના ચાહકોની સંખ્યા આજે પણ ઘટી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદિતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2003માં ફિલ્મ 'પાપ'થી થઈ હતી. આમાં તે એક્ટર જોન અબ્રાહમ સાથે જોવા મળી હતી. આ ફિલ્મની દિગ્દર્શક પૂજા ભટ્ટ હતી.
19 વર્ષની નાની ઉંમરે ઉદિતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો હતો. 9 ફેબ્રુઆરી 1984ના રોજ જન્મેલી ઉદિતા હવે 38 વર્ષની છે. ઉદિતાએ બોલિવૂડ ડિરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા છે.
ઉદિતાએ ફિલ્મ 'પાપ'માં જ્હોન સાથે ઘણા ઈન્ટીમેટ સીન કર્યા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી. પાપ પછી તે ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'અક્સર'માં જોવા મળી હતી.
ઉદિતા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 170 હજાર ફોલોઅર્સ છે. ઉદિતા અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અહીં શેર કરતી રહે છે.
ઉદિતા ગોસ્વામી અને મોહિત સૂરીને બે બાળકો છે. તેમની પુત્રીનું નામ દેવી અને પુત્રનું નામ કર્મ સૂરી છે. ઉદિતા પોતાના બાળકો સાથેના ફોટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
અભિનેત્રી હવે પ્રોફેશનલ ડીજે છે. હવે ઉદિતાનું નામ સફળ ડીજેની યાદીમાં સામેલ થઈ ગયું છે.
પાપ અને અક્સર ઉપરાંત, ઉદિતા ગોસ્વામી ઝેહર, અગર, ડાયરી ઓફ અ બટરફ્લા,, કિસસે પ્યાર કરુ, દિલ દિયા હૈ, એપાર્ટમેન્ટ વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળી છે
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.