તુર્કી-સીરિયામાં ભારતનું 'ઓપરેશન દોસ્ત', રેસ્ક્યૂમાં જોડાઇ NDRFની ટીમો, ભારતીય સેનાના ડૉક્ટરો બન્યો દેવદૂત, જુઓ Pics
નવી દિલ્હીઃ તુર્કી-સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મરનારીઓની સંખ્યા સતત વધી રહી છે, હવે વધીને આંકડો 15 હજારને પાર પહોંચી ગયો છે. દુનિયાભરની રાહત એજન્સીઓ કાટમાળ નીચેથી લોકોને બચાવીને બહાર કાઢવામાં લાગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુર્કીમાં આવેલા ભૂકંપને જોઇને ભારત સરકારે મદદના હાથ આગળ વધાર્યા છે. એનડીઆરએફની ટીમ, રાહત સામગ્રીની સાથે તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ભારત સરકારે આ રાહત અને બચાવ કાર્યને 'ઓપરેશન દોસ્ત' નામ આપ્યુ છે.
તુર્કિના નૂરદાગીમાં એનડીઆરએફની ટીમો શોધ અને બચાવ અભિયાન ચલાવી રહી છે.
આ તસવીરોમાં એનડીઆરએફની ટીમો કાટમાળમાં દબાયેલા લોકોને કાઢતી દેખાઇ રહી છે.
ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે વિશેષ રીતે ડૉગ સ્ક્વૉડ, ચિકિત્સા સહિત અન્ય આવશ્યક ઉપકરણોની સાથે એનડીઆરએફની 3 ટીમોને ભારતમાંથી તુર્કી મોકલવામાં આવી છે.
તુર્કીના હાટેમાં ભારતીય સેનાના ફિલ્ડ હૉસ્પીટલમાં વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત લોકોને ચિકિત્સા ઉપચાર આપવામાં આવી રહ્યો છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે એક ટ્વીટમાં તસવીરને શેર કરીને લખ્યુ- એનડીઆરએફની ટીમ ગઝિયાંચટેપમાં શોધ અને બચાવ અભિયામાં જોડાઇ છે.
તુર્કિમાં એનડીઆરએફના જવાન લોકોને સાંત્વના આપવાનું પણ કામ કરી રહ્યા છે, ઘણા બધા લોકો 3 દિવસથી પોતાનાઓની શોધમાં ભટકી રહ્યા છે.