Omi Vaidya Birthday: થ્રી ઈડિયટ્સનો 'ચતુર' યાદ છે? હાલ શું કરી રહ્યો છે આ 'સાયલેન્સર'
ચતુર કહો કે સાઇલેન્સર, લોકો આપોઆપ સમજી જશે કે તેઓ ઓમી વૈદ્યની વાત કરી રહ્યા છીએ. થ્રી ઈડિયટ્સમાં પોતાની આગવી સ્ટાઈલથી સૌને હસાવનાર ઓમી વૈદ્યનો જન્મ 10 જાન્યુઆરી, 1982ના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમીએ લોસ એન્જલસ કાઉન્ટી હાઇ સ્કૂલ ફોર આર્ટસમાંથી સ્નાતક થયા. ત્યાર બાદ તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.
ઓમીએ વર્ષ 2005 દરમિયાન અંગ્રેજી ફિલ્મો અને ટીવી શોથી ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ફિલ્મ 3 ઈડિયટ્સથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે દેશી બોયઝ, જોડી બ્રેકર્સ અને મિરર ગેમ વગેરે જેવી ઘણી ફિલ્મો કરી.
નોંધનીય બાબત એ છે કે ઓમી વૈદ્ય હવે સંપૂર્ણપણે અમેરિકા શિફ્ટ થઈ ગયો છે. તેમ છતાં ભારતીય ફિલ્મો અને વેબ સિરીઝ પ્રત્યે તેમનો પ્રેમ યથાવત છે.
કોરોના સમયગાળા દરમિયાન તેણે લોકડાઉન અને કોરોનાવાયરસની માન્યતાને તોડવા માટે એક વેબ શો શૂટ કર્યો. ખાસ વાત એ હતી કે આ વેબ શોના શૂટિંગ માટે ઓમી વૈદ્યની પત્ની દ્વારા કેમેરા ઓપરેટ કરવામાં આવ્યો હતો.
ઓમી વૈદ્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. ચાહકોએ પણ તેના નવા લુકના ખૂબ વખાણ કર્યા હતા.