Bollywood : ફિલ્મોમાં સુપર ફ્લોપ રહેવા છતાં આટલી વૈભવી જીંદગી કેવી રીતે જીવે છે ટ્વિંકલ? શું છે કમાણીનો સ્ત્રોત
ટ્વિંકલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'બરસાત'થી કરી હતી. જેમાં તેના કામને પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું, તેમ છતાં અભિનેત્રીને વધારે કામ ન મળી શક્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ પછી તે 'બાદશાહ' અને 'મેલા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ સફળ નહોતી રહી.
જે બાદ ટ્વિંકલે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો અને તે પોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત થઈ ગઈ.
બીજી તરફ, સમાચારો અનુસાર ટ્વિંકલની લક્ઝરી લાઈફ પાછળનું એક કારણ તેનું સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી છે. જેઓ દિકરી માટે કરોડોની સંપત્તિ છોડી ગયા છે.
આ જ કારણ હતું કે ફિલ્મોથી દૂર રહીને પણ ટ્વિંકલ ખન્ના હંમેશા લક્ઝરી લાઈફ જીવી રહી છે.
જોકે અભિનેત્રીને લખવાનો ખૂબ શોખ છે. જેના કારણે તેણે ફિલ્મો છોડીને પુસ્તકો લખવાનું શરૂ કર્યું.
જે બાદ તે થોડા જ સમયમાં પ્રખ્યાત લેખિકા અને ફિલ્મ નિર્માતા બની ગઈ હતી. આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.