બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ મુંબઈની સડકો પર ગરીબોને જમવાનું વહેંચતી નજરે પડી, જુઓ તસવીરો
કોરોના કાળમાં બોલીવુડ સેલેબ્સ સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝે પણ મુસીબતના સમયમાં જરૂરિયાતમંદો માટે હાથ લંબાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં એક્ટ્રેસે યોલો ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જે અંતર્ગત હવે તે લોકોની મદદ કરી રહી છે. આ માટે તેણે એક એનજીઓ સાથે મળીને કોરોનાની બીજી લહેર વચ્ચે આશરે એક લાખ જરૂરિયાતમંદોને જમાડવાની જવાબદારી ઉઠાવી છે.
આ યોજના અંતર્ગત જેક્લીન ફર્નાન્ડીઝ મુંબઈની સડકો પર ગરીબોને જમવાનું વિતરણ કરતી નજરે પડી છે. એકટ્રેસે તેની પોસ્ટમાં લખ્યું, મધર ટેરેસાએ એક વખત કહ્યું હતું ભૂખ શાંત થવા પર શાંતિની શરૂઆત થાય છે.
પોસ્ટમાં એક્ટ્રેસે એમ પણ લખ્યું, હું વાસ્તવમાં આજે મુંબઈ રોટી ફાઉન્ડેશનન આભાર માનું છું.જે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર ડી શિવાનંદ ચલાવે છે. મહામારી દરમિયાન રોટી બેંક અત્યાર સુધીમાં લાખો ભૂખ્યા લોકો માટે ભોજન તૈયાર કરીને વિતરણ કર્યુ છે.
જેકલીને તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે ફિલ્મ રામસેતનું શૂટિંગ શરૂ કર્યુ હતું. પણ અક્ષય કોરોના પોઝિટિવ થતા શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.
તમામ તસવીર સૌજન્યઃ jacquelinef143 ઈન્સ્ટાગ્રામ