Tamannaah Bhatia PHOTO: કરોડોમાં છે બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાની નેટ વર્થ, એક ફિલ્મ માટે લે છે આટલી મોટી ફી
Tamannaah Bhatia Net Worth: તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાએ તેની ફી પણ વધારી દીધી છે.
તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે. તમન્ના પાસે 'મોબાઈલ પ્રીમિયર લીગ', 'સેલકોન મોબાઈલ્સ', 'ફેન્ટા', 'ચંદ્રિકા આયુર્વેદિક સોપ' સહિત અન્ય ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો છે.
તમન્ના ભાટિયા દરેક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.
તમન્ના એક આઈટમ સોંગ માટે લગભગ 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તમન્નાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયા છે.
તમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે 'લેન્ડ રોવર ડિસ્કવરી', 'BMW 5 સિરીઝ' અને 'મર્સિડીઝ બેન્ઝ' જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.
તમન્ના ભાટિયાએ 'હિમ્મતવાલા', 'હમશકલ' અને 'એન્ટરટેનમેન્ટ' જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં તે વિજય વર્મા સાથે 'લસ્ટ સ્ટોરીઝ 2'માં જોવા મળશે.
એવા પણ અહેવાલ છે કે તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી છે. હાલમાં જ નવા વર્ષ નિમિત્તે બંને ગોવામાં એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.(All Photo Instagram)