Ritu Shivpuri : આને કહેવાય પ્રેમ! પતિ માટે સુપર હોટ અભિનેત્રીએ અભિનયની દુનિયા લગાવી દાવ પર
22 જાન્યુઆરી 1975ના રોજ મુંબઈમાં જન્મેલી રિતુ શિવપુરીએ હિન્દી ઉપરાંત કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે. તે અભિનેતા ઓમ અને સુધા શિવપુરીની પુત્રી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરીતુને ભલે બાળપણમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કનેક્શન હતું, પરંતુ તે એક સંયોગથી ફિલ્મોમાં પહોંચી ગઈ હતી. રિતુ પહેલા મોડલિંગ કરતી હતી. તે દરમિયાન તેની મુલાકાત પહલાજ નિહલાની સાથે થઈ હતી.
તે મીટિંગ દરમિયાન પહલાજ નિહલાનીએ તેને ફિલ્મ 'આંખે'માં રોલ ઓફર કર્યો હતો. તે સમયે રિતુ માત્ર 17 વર્ષની હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
'આંખે' બાદ રિતુ 'આર યા પાર', 'રોક ડાન્સર', 'ગ્લેમર ગર્લ', 'હદ કર દી આપને' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જોકે, તેને ખાસ સફળતા મળી ન હતી.
રિતુએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 2006માં તેણે એક ટીવી શોમાં કામ કર્યું હતું, જેના માટે તેણે 18-20 કલાક શૂટિંગ કરવું પડ્યું હતું. તે શૂટિંગમાંથી પાછી આવતી ત્યાં સુધીમાં તેના પિતા સૂઈ જતા હતા. તેણે પરિવાર માટે અભિનય છોડી દીધો.
થોડા વર્ષો પછી રિતુએ ઈન્ડસ્ટ્રીમાં પરત ફરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ દરમિયાન જ તેના પતિ હરિ વેંકટની પીઠમાં ગાંઠ થઈ ગઈ. આ સ્થિતિમાં તેણે કરિયર કરતાં પતિને વધુ મહત્વ આપ્યું.
ફિલ્મોમાંથી બ્રેક લઈને રિતુએ જ્વેલરી ડિઝાઈનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેના બાળકો મોટા થયા ત્યારે તેણે 2016માં અનિલ કપૂરના શો '24'થી પુનરાગમન કર્યું. જેમાં તેણે ડૉ. સની મહેતાનું પાત્ર ભજવ્યું હતું.
2017માં રિતુ ટીવી શો 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂન'ની ત્રીજી સીઝનમાં જોવા મળી હતી. રિતુએ આ સિરિયલમાં ઈન્દ્રાણી નારાયણ વશિષ્ઠનું પાત્ર ભજવ્યું હતું. 2019માં તે નઝર અને વિશ જેવા ટીવી શોમાં પણ જોવા મળી હતી.