દીપિકા પાદુકોણ ફેમસ થયા પહેલા આ એક્ટરને કરી રહી હતી ડેટ, સફળતા મળ્યા બાદ આ કારણથી છૂટી ગયો સાથ
બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનની વાઇફ અવંતિકા મલિક જ્યારે નાની હતી ત્યારે બાળપણથી જ રણબીર કપૂરને ક્રશ હતો. કહેવાય છે કે, રણબીર કપૂર જસ્ટ મહોબ્બતના સેટ પર તેને મળવા આવતો હતો. જ્યાં અવંતિકા એક ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવી રહી હતી. જો કે આ બાળપણનો પ્રેમ રંગ ન લાવ્યો અને બંનેના રસ્તા આખરે જુદા થઇ ગયા અને બંને જુદા પડી ગયા હતા. (તસવીર સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા જ્યારે મોડલિગ કરી રહી હતી ત્યારે તે મોડેલ જોહેબને ડેટ કરી રહી હતી. બંનેની મુલાકાત બેંગલોરમાં થઇ હતી. બંને નસીબ અજમાવવા સાથે મુંબઇ આવ્યાં હતા. અનુષ્કાએ રબને બના દી જોડી ફિલ્મથી ડેબ્યૂ કર્યું અને સફળતા મેળવી તો બીજી તરફ જોહેબ બેંગલોર પરત ફરી ગયો હતો. (તસવીર સોશિયલ મીડિયા)
દીપિકાની જ્યારે ફિલ્મોમાં એન્ટ્રી નહોતી થઇ ત્યારે તે મોડલિંગ કરી રહી હતી. આ સમયે તે મોડલ નિહાર પંડયાને ડેટ કરી રહી હતી. બંનેની મુલાકાત એક એક્ટિંગ સ્કૂલમાં થઇ હતી. મીડિયા દ્રારા મળેલી માહિતી અનુસાર તે બંને થોડો સમય લિવ ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. જો કે બાદમાં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.(તસવીર સોશિયલ મીડિયા)
બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મો કરતા તેમની પર્સનલ લાઇફને લઇને વધુ ચર્ચામાં રહે છે. અહીં હંમેશા તે હોટ ટોપિક રહે છે કે તે કોને ડેટ કરી રહી છે. પેચઅપ અને બ્રેકઅપને લઈ પણ ચર્ચામાં રહે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે, ફેમસ થતા પહેલા આ સ્ટાર્સ કોને ડેટ કરી રહ્યાં હતા. જેમાં દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા સામેલ છે.(તસવીર સોશિયલ મીડિયા)
બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા મોડલિંગના ફિલ્ડમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેની જિંદગીમાં અસીમ મર્ચન્ટ આવ્યો હતો. કહેવાય છે કે, મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રિયંકાએ અસીમને છોડી દીધો હતો.(તસવીર સોશિયલ મીડિયા)
- - - - - - - - - Advertisement - - - - - - - - -