Saba Azadથી લઇને ઐશ્વર્યા રાય સુધી, જ્યારે ખરાબ રેમ્પ વૉક કરવા પર ટ્રૉલ્સના નિશાને આવી ચઢી આ બૉલીવુ હીરોઇનો..
Bollywood Divas Ramp Walk: બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હાલના દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે. તાજેતરમાં સબાએ 'લેક્મે ફેશન વીક'માં ભાગ લીધો હતો, જ્યાં તે પોતાના રેમ્પ વૉક માટે ખુબ જ ટ્રૉલ થઈ હતી. ખાસ વાત છે કે, સબા આઝાદ એક જ એવી હીરોઇન નથી જે રેમ્પ વૉક માટે ટ્રૉલ થઇ હોય, આ લિસ્ટમાં ઐશ્વર્યાથી લઇને કેટલીય સ્ટાર હીરોઇને સામેલ છે. જુઓ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમયનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે ટ્રૉલ થઈ હતી.
ખરેખરમાં, સબા આઝાદ સબા ક્યારેક રેમ્પ પર સ્ટેજિંગ કરતી જોવા મળી હતી, તો ક્યારેક તે ડાન્સ કરતી જોવા મળી હતી. આ જોઈને લોકોએ સબા આઝાદને પાગલ ગણાવી અને તેને થેરાપી લેવાની સલાહ પણ આપી. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ સુંદરી તેના વૉક માટે ટ્રૉલ થઈ હોય. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને સારા અલી ખાન સુધી તેમના રેમ્પ વૉક માટે ટ્રૉલ કરવામાં આવી છે.
આ લિસ્ટમાં પહેલું નામ ઐશ્વર્યા રાય બચ્ચનનું છે. તાજેતરમાં તેણે 'પેરિશ ફેશન વીક'માં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તે તેના વધેલા વજન અને ચાલવા માટે ખુબ જ ટ્રૉલ થઇ હતી.
થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા લહેંગામાં રેમ્પ વૉક કર્યું હતું. ભારે લહેંગામાં રેમ્પ વૉક કરતી વખતે આલિયા ખૂબ જ નર્વસ દેખાતી હતી. જેના કારણે તે ઘણી ટ્રૉલ થઈ હતી.
આ વર્ષે સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે પણ ડિઝાઇનર શાંતનુ અને નિખિલ માટે વોક કર્યું હતું. આ દરમિયાન લોકોએ એક્ટ્રેસના એક્સપ્રેશન માટે તેની મજાક ઉડાવી હતી.
'મેડ ઇન હેવન 2' અભિનેત્રી શોભિતા ધુલીપાલા પણ તેના રેમ્પ વૉક માટે ટ્રૉલ થઈ છે. તેના ચહેરા પર કોઈ હાવભાવ ન હોવાને કારણે તેને ટ્રૉલ કરવામાં આવી છે.
શ્વેતા તિવારીની લાડકી પલક તિવારી પણ અનેકવાર ટ્રૉલ થઈ છે. ગયા વર્ષે, 2022 માં 'દિલ્હી ફેશન વીક' દરમિયાન પલકને તેના રેમ્પ વૉક માટે ક્રૂર રીતે ટ્રૉલ કરવામાં આવી હતી.