Amitabh Bachchan થી લઇને Ajay Devgn સુધી, આ બોલિવૂડ સ્ટાર્સે કર્યું છે ભોજપુરી ફિલ્મોમાં કામ
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ ભલે હાલમાં ખૂબ આગળ વધી હોય પરંતુ તેને ટક્કર આપવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઓછી નથી. ભોજપુરી, સાઉથ અને પંજાબી સિનેમા પણ બોલિવૂડ઼ની જેમ દર્શકો વચ્ચે આજકાલ ખૂબ લોકપ્રિય છે. આ કારણ છે કે અનેક બોલિવૂડ સ્ટાર્સે ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિતાભે પણ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 2006માં આવેલી ફિલ્મ ‘ગંગા’થી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું છે.
બોલિવૂડ એક્ટર અજય દેવગણે ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું છે. અસલમ શેખ દ્ધારા નિર્દેશિત 2006માં આવેલી ફિલ્મ ‘ધરતી કહે પુકાર કે’થી અજયે ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
બોલિવૂડના હી મેન ગણાતા ધર્મેન્દ્રએ પણ વિમલ કુમાર દ્ધારા નિર્દેશિત 2013માં આવેલી ‘દેશ પરદેશ’થી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
શત્રુધ્ન સિન્હાએ પણ ટીનુ વર્માની 2006માં આવેલી ફિલ્મ ‘રાજા ઠાકુર’થી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
જાણીતા એક્ટર જૈકી શ્રોફે 2006માં આવેલી ફિલ્મ ‘બલિદાન’થી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.