Tv Celebs Left Career For Family: દિશા વાકાણીથી લઇને સૌમ્યા ટંડન સુધી, આ સ્ટાર્સે પરિવાર માટે છોડ્યુ પોતાનું કરિયર
અનેક ટીવી સેલેબ્સ એવા છે જે પોતાની શાનદાર એક્ટિંગના કારણે લોકોના દિલમાં રાજ કરતા હોય છે. પરંતુ ઘણીવાર અનેક વર્ષોની મહેનત બાદ કલાકાર ખૂબ લોકપ્રિય થઇ જાય છે. આ ફેમસ કલાકારો અનેકવાર પોતાના પરિવાર પ્રત્યે ધ્યાન આપવા માટે પોતાના ચમકતા કરિયરને પણ છોડવામાં એક ક્ષણનો વિચાર કરતા નથી. અહી એવા કલાકારોની વાત કરવામાં આવી છે જેમણે પોતાના પરિવારને સમય આપવા માટે કરિયરને અલવિદા કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં દયાબેનની ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ દીકરીના જન્મ બાદ એક્ટિંગ કરિયરને અલવિદા કરી દીધું.
સીરિયલ કુમકુમ ભાગ્ય ફેમ શબ્બીર આહલૂવાલિયાની પત્ની કાંચી કૌલે પણ બાળકના જન્મ બાદ કરિયરને છોડી દીધું અને પરિવારનુ ધ્યાન રાખી રહી છે.
ભાબીજી ઘર પર હૈ સીરિયલમાં ગોરી મેમની ભૂમિકા નિભાવનારી સૌમ્યા ટંડન ખૂબ ફેમસ થઇ ગઇ હતી. તેણે દીકરાના જન્મ બાદ ઇન્ડસ્ટ્રિઝને બાય-બાય કરી દીધું છે.
દીયા ઔર બાતી હમ સીરિયલમાં સૂરજ રાઠીની ભૂમિકા નિભાવનારા એક્ટર અનસ રાશીદે પણ એક્ટિંગની દુનિયાને અલવિદા કરી દીધી છે. તે ગામમા જઇને ખેતી કરી રહ્યો છે અને પરિવાર સાથે રહે છે.
યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ મોહિના કુમારીના લગ્ન કેબિનેટ મિનિસ્ટર સતપાલ મહારાજના દીકરા સુયશ રાવ સાથે થયા અને તેણે લગ્ન પછી એક્ટિંગની દુનિયાને છોડી દીધી હતી.
યે હૈ મોહબ્બતે સીરિયલમાં દિવ્યાંકા ત્રિપાઠીની નાની બહેન મિહિકાની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મિહિકા વર્માએ લગ્ન બાદ ઇન્ડસ્ટ્રિઝ છોડી દીધી છે. લગ્ન બાદ તે અમેરિકામાં સેટ થઇ ગઇ છે.