પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, જુઓ તસવીરો
Ambani Family At Lalbaugcha: મહારાષ્ટ્રમાં 10 દિવસનો ગણેશ ઉત્સવ તહેવાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ દરમિયાન મુકેશ અંબાણી પણ તેમના પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શન કરવા આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુકેશ અંબાણી આજે એટલે કે 22 સપ્ટેમ્બરે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
આ તસવીરોમાં મુકેશ અંબાણી સાથે તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, નાનો પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ જોવા મળ્યા હતા.
લાલબાગના રાજાના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણીએ સમગ્ર પરિવાર સાથે લાલબાગના રાજાની આરતી પણ કરી હતી.
આ દરમિયાન નીતા અંબાણી પિંક કલરના સૂટમાં જોવા મળ્યા હતા. તેમની દીકરી ઈશા અંબાણી ગ્રીન પ્રિન્ટેડ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ દરમિયાન રાધિકા મર્ચન્ટ પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. કપાળ પર તિલક લગાવી રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે ગણપતિ બાપાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. રાજનેતાઓ ઉપરાંત બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ મુકેશ અંબાણીના ઘરે બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા.