દીપિકા, કરીના અને બચ્ચન સુધી, આ સિતારાઓ એક સાથે સ્ક્રીન શેર કરવાની ના પાડી ચુક્યા છે...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે સારી સ્ક્રિપ્ટ હોવા છતાં ફિલ્મ ઠુકરાવી દીધી, કારણ કે તેમને કો-એક્ટર પસંદ નહોતા. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એકબીજા સાથે કામ કરવાની કથિત રૂપે ના પાડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા, રણવીર અને શાહિદ સ્ટારર ફિલ્મ 'પદ્માવત' હિટ ફિલ્મ રહી હતી. સમાચાર અનુસાર, ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી મહારાવ રતન સિંહના રોલ માટે શાહિદની જગ્યાએ વિકી કૌશલને કાસ્ટ કરવા માંગતા હતા. જોકે, દીપિકા આ ફિલ્મમાં તેની સામે એક એ-લિસ્ટ અભિનેતા ઇચ્છતી હતી. આ જ કારણ હતું કે, દીપિકાએ વિકી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
અભિનેત્રી રાની મુખર્જીએ ફિલ્મ બ્લેકમાં પોતાના ફિલ્મી કરિયરનું સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું હતું, પરંતુ આ ફિલ્મમાં રાનીની જગ્યાએ કરીના મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની હતી. જો કે, તે સમયે અમિતાભ બચ્ચનને બેબો સાથે કામ કરવામાં રસ ન હતો, તેથી સંજય લીલા ભણસાલીએ તેની જગ્યાએ રાની મુખર્જીને મુખ્ય ભૂમિકા માટે કાસ્ટ કરી હતી.
પોતાની શાનદાર સ્ટાઈલ માટે ફેમસ રણવીર સિંહને ફિલ્મ 'બાર બાર દેખો' માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીરે દીપિકાને ખાતર આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આનું કારણ એ હતું કે, રણબીર કપૂરના કારણે દીપિકા અને કેટરીના વચ્ચે વાતચીત નહોતી નથી. આ સ્થિતિમાં રણવીર સિંહે 'બાર બાર દેખો'માં કામ ન કરવું વધુ યોગ્ય સમજ્યું હતું.
એવા અહેવાલો હતા કે, કરીના કપૂર ખાન અને ઈમરાન હાશ્મી ફિલ્મ 'બદતમીઝ દિલ'માં સાથે જોવા મળશે. જો કે, કરીના કપૂરે ઈમરાન હાશ્મી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી, જેના પછી ફિલ્મ પડતી મૂકવામાં આવી હતી.
ઐશ્વર્યા રાય અને સલમાન ખાન ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સાથે જોવા મળ્યા હતા. આ બંનેનું બ્રેકઅપ એક સમયે ખૂબ ચર્ચામાં હતું. બ્રેકઅપ બાદ સલમાન અને ઐશ્વર્યાએ ક્યારેય સાથે ફિલ્મ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભણસાલી 'પદ્માવત' ફિલ્મમાં એશ-સલમાનની જોડીને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ જ્યારે ઐશ્વર્યાને ખબર પડી કે તેનો કો-એક્ટર સલમાન હશે, તો ઐશ્વર્યાએ ઓફર ઠુકરાવી દીધી.