Gehraiyaan Screening: ડીપ નેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી Deepika Padukone
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ(Deepika Padukone) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ગેહરાઈયા(Gehraiyaan) પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ 11 ફેબ્રુઆરીના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા લીડ રોલમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશકુન બત્રાના નિર્દેશનમાં બનેલી ગેહરાઈયા આજના સમયમાં જટિલ સંબંધોની સ્ટોરી છે. દીપિકાની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
શુક્રવારે મુંબઈમાં 'ગેહરાઈયા'નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં દીપિકા પાદુકોણ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
દીપિકાના ડ્રેસની વાત કરીએ તો તેણે ડીપ નેક, બ્લેક અને બ્રાઉન કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે હળવો મેક-અપ કર્યો હતો.
આ તસવીરોમાં દીપિકા સુંદર લાગી રહી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સ્ક્રીનિંગ પહેલા દીપિકાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.