રોહિત શર્મા બાદ ઓનપર તરીકે તેની જગ્યા લઇ શકે છે આ ત્રણ તોફાની બેટ્સમેનો, ત્રણેય કરે છે રોહિત જેવી વિસ્ફોટક બેટિંગ, જાણો
image 22. ઇશાન કિશન- ઇશાન કિશન પણ હાલમાં યુવા છે, અને તે બેટિંગની સાથે સાથે વિકેટકીપિંગ પણ કરે છે. ઇશાન કિશન (Ishan Kishan) પણ એકદમ આક્રમક બેટિંગ માટે જાણીતો છે, બિલકુલ રોહિત શર્માના જેમ બેટિંગ કરે છે. ઇશાન કિશને આઇપીએલમાં (IPL) રમીને પોતાની બેટિંગનો પરચો દરેકને બતાવી દીધો છે. તે ઓપનિંગમાં જબરદસ્ત રીતે બેટિંગ કરી શકે છે આગામી સમયમાં રોહિત શર્માને જરૂર ટક્કર આપનારા ખેલાડીઓના લિસ્ટમાં ઇશાન કિશનનુ નામ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1. પૃથ્વી શૉ- પૃથ્વી શૉ (Prithvi Shaw) અત્યારે એકદમ યુવા છે, તે પણ હંમેશા રોહિત શર્મા જેવી તોફાની આક્રમક બેટિંગ કરે છે. રોહિત શર્માની (rohit sharma) ગેરહાજરીમાં પૃથ્વી શૉ ટીમ ઇન્ડિયા માટે બેસ્ટ ઓપનિંગ ઓપ્શન જરૂર બની શકે છે. ખાસ વાત છે કે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જવાબદારી પૃથ્વી શૉના માથે છે, તે તેને યોગ્ય રીતે સંભાળી પણ રહ્યો છે. રોહિતને આગામી સમયમાં પૃથ્વી શૉ ટક્કર આપે તો નવાઇની વાત નથી.
3. ઋતુરાજ ગાયકવાડ- ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) આઇપીએલમાં ધમાલ મચાવી ચૂક્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને ખાસ મોકો મળ્યો નથી. આઇપીએલ 2021 (IPL 2021)માં ધોનીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઋતુરાજે દરેક વખતે ઓપનિંગમાં જબરદસ્ત શરૂઆત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડ આઇપીએલ 2021માં (CSK) સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ બન્યો હતો. તેને 16 મેચોમાં 636 રન બનાવ્યા હતા, જેમાં એક તોફાની સદી પણ સામેલ હતી. એટલુ જ નહીં વિજય હજારે ટ્રૉફીમાં પણ ઋતુરાજે તહેલકો મચાવી દીધો હતો. આગામી સમયમાં રોહિતનો ઓપ્શન જરૂર બની શકે છે ઋતુરાજ ગાયકવાડ.