એરપોર્ટ પર સ્પોર્ટ થઇ Deepika Padukone, બ્લેક સ્વેટશર્ટ સાથે જેકેટમાં જોવા મળ્યો સ્ટાઇલિશ અંદાજ
દીપિકા પાદુકોણ બુધવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન એરપોર્ટથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પાદુકોણના દેખાવ વિશે વાત કરીએ તો તેણે મેચિંગ પેન્ટ સાથે બ્લેક સ્વેટશર્ટ ઉપર હૂડવાળી ઝિપર જેકેટ પહેર્યું હતું.
દીપિકા કાળા સનગ્લાસ પહેરીને ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. દીપિકાએ મેચિંગ બૂટ સાથે ઓલ-બ્લેક લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ દરમિયાન પાપારાઝીઓએ અભિનેત્રીની ઘણી તસવીરો ક્લિક કરી હતી.
દીપિકાના સ્ટાઇલિશ એરપોર્ટ લૂકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
અભિનેત્રી છેલ્લે શાહરૂખ ખાનની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ જવાનમાં કેમિયો કરતી જોવા મળી હતી.
દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફાઈટરમાં ઋત્વિક રોશન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે.