Liquor Rule: શું પર્સનલ યૂઝ માટે બીજા રાજ્યમાંથી લાવી શકો છો દારૂ, પકડાઇ ગયા તો શું થશે ?
Liquor Rule: દારૂ માટે દરેક રાજ્યના પોતાના કાયદા છે. કેટલીક જગ્યાએ દારૂ પર પ્રતિબંધ છે, અન્ય સ્થળોએ માત્ર થોડી બૉટલો ખરીદવાની છૂટ છે. ચાલો આજે તમને જણાવીએ કે શું દારૂ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જઈ શકાય છે કે નહીં, અને શું છે દરેકના નિયમો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદારૂ અંગે રાજ્યોના પોતાના કાયદા છે. જેમ ગુજરાત અને બિહારમાં દારૂ પર પ્રતિબંધ છે. તેથી જો તમે અહીં ગમે ત્યાંથી દારૂ લાવશો તો અહીંના કાયદા મુજબ તમને સજા થઈ શકે છે.
તેવી જ રીતે, એવા બીજા કેટલાય રાજ્યો છે જ્યાંથી તમે વ્યક્તિગત ઉપયોગ માટે માત્ર થોડી બૉટલો ખરીદી શકો છો. જોકે, જો તમે ચોક્કસ જથ્થાથી વધુ દારૂ ખરીદો છો અને તેને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાઓ છો, તો તે અપરાધ તરીકે જોવામાં આવશે.
જ્યારે તમે ટ્રેન દ્વારા એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છો, તો તમે દારૂની એક બોટલ પણ લઈ શકતા નથી. વાસ્તવમાં, રેલ્વે એક્ટ 1989 મુજબ, જો તમે ટ્રેનમાં, રેલ્વે પરિસરમાં, રેલ્વે પ્લેટફોર્મ પર અથવા રેલ્વે સ્ટેશન પર દારૂ પીઓ છો અથવા દારૂની બૉટલ લઈ જાઓ છો, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવશે.
જો તમે આવું કરો છો, તો તમને રેલવે એક્ટ 1989ની કલમ 145 હેઠળ 6 મહિનાની જેલ અથવા 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. અથવા તે બંને હોઈ શકે છે.
વળી, જો તમે કાર દ્વારા એક રાજ્યથી બીજા રાજ્યમાં દારૂ લઈ જાવ છો, તો પણ તમારે તે રાજ્યના કાયદાનું પાલન કરવું પડશે જ્યાં તમે જઈ રહ્યા છો. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈપણ રીતે કોઈપણ રાજ્યમાં જાઓ છો, તો તમારે ત્યાં દારૂ સંબંધિત કાયદાનું પાલન કરવું પડશે.
પ્લેનમાં દારૂ લઈ જવાની વાત કરીએ તો કોઈ પણ મુસાફર મુસાફરી દરમિયાન પોતાની હેન્ડબેગમાં 100 મિલી સુધીનો દારૂ લઈ જઈ શકે છે. જ્યારે, જો આપણે પ્લેનની અંદર દારૂ પીવાની વાત કરીએ તો, કોઈપણ એરલાઇન ડૉમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોને દારૂ પીરસતી નથી. દારૂ પીરસવાની સુવિધા માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર ઉપલબ્ધ છે.