Divya Khosla Photo: દિવ્યા ખોસલાએ કહ્યું, અમદાવાદના ગરબા મને ખુબ યાદ રહેશે, અભિનેત્રીનો લુક જોઈ ફેન્સ થયા ક્રેઝી
Divya Khosla Photo: મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર દિવ્યા ખોસલા આ દિવસોમાં ફિલ્મ યારિયાં 2ને લઈને ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે યારિયાં 2ની કહાની પ્રેમ કથા કરતા અલગ છે અને ભાઈ-બહેન અને તેમના સંબંધો પર કેન્દ્રિત છે. ટ્રેલર બાદથી ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, ખાસ કરીને દિવ્યાનો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
દિવ્યા ખોસલા યારીયાં 2 ફિલ્મના પ્રમોશનમાં અમદાવાદ આવી હતી. આ દરમિયાન તેણે ઈન્સ્ટા પર લખ્યું, અમદાવાદ આટલો ઘણો પ્રેમ અને આદર આપવા બદલ આભાર. મે મારા જીવનના શ્રેષ્ઠ ગરબા માણ્યા.
આ દરમિયાન અભિનેત્રીનો નવો લૂક પણ ચર્ચામાં છે. દિવ્યા ખોસલાના આ લૂકની ઇન્ટરેનેટ પર ખુબ ચર્ચા થઇ રહી છે.
દિવ્યા ખોસલા યારિયાં 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે. ભાઈ-બહેન વચ્ચેના અનોખા સંબંધો પર આધારિત આ ફિલ્મ વિશે, દિવ્યાએ દાવો કર્યો છે કે બૉલીવુડે ક્યારેય કોઈ પિતરાઈ ભાઈ અને તેમની મિત્રતાની વાર્તા વિશે વાત નથી કરી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે દિવ્યા ખોસલા કુમાર તેની ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે T-Seriesના માલિક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર તેને આ જ ફિલ્મના સેટ પર પહેલીવાર મળ્યા હતા.
દિવ્યાએ તાજેતરમાં એથનિક લુકમાં તસવીરો શેર કરી છે. જેને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
દિવ્યા વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન બધા જ લુકમાં કહેર વર્તાવે છે.