Dussehra 2022: અરવિંદ ત્રિવેદીથી લઈને સૈફ અલી ખાન સુધી, અત્યાર સુધી આ અભિનેતા બન્યા છે 'રાવણ'
આજે અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર 'દશેરા' દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે ઘણી જગ્યાએ રાવણનું દહન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આદિપુરુષ ફિલ્મમાં રામાયણની વાર્તા કહેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં સૈફ અલી ખાને રાવણની ભૂમિકા ભજવી છે. રાવણના રોલમાં સૈફ અલી ખાનનો લૂક લોકોને પસંદ નથી આવ્યો.
રામાનંદ સાગરની રામાયણના રામાયણ અરવિંદ ત્રિવેદીનું પાત્ર આજે પણ લોકોના મનમાં જીવંત છે. રામાયણના રોલમાં અરવિંદ ત્રિવેદીને લોકોએ પસંદ કર્યો હતો.
અરવિંદ ત્રિવેદીએ લોકોના દિલમાં રાવણની એક અલગ જ છાપ છોડી દીધી હતી. આજે પણ જ્યારે રાવણનું નામ આવે છે ત્યારે અરવિંદ ત્રિવેદીનો ચહેરો નજર સામે આવી જાય છે.
ટીવી સ્ટાર પારસ છાબરાએ 'વિઘ્નહર્તા ગણેશ'માં રાવણનું પાત્ર ભજવ્યું હતું, એટલું જ નહીં, આ પાત્રમાં તેમણે ઘણી પ્રશંસા પણ મેળવી હતી.
ટીવી એક્ટર સચિન ત્યાગીએ 'રામાયણ-જીવન કા આધાર'માં રાવણની ભૂમિકા ભજવી હતી.
બોલિવૂડ એક્ટર આર્ય બબ્બરે ટીવી શો સંકટમોચન મહાબલી હનુમાનમાં રાવણની ભૂમિકા ભજવી હતી.