Sushmita Sen Birthday: જ્યારે સુષ્મિતા સેને 18 વર્ષની ઉંમરમાં પહેર્યો હતો મિસ યૂનિવર્સનો તાજ, જુઓ એક્ટ્રેસના Unseen ફોટોઝ

Sushmita Sen Birthday: બૉલીવુડની સુંદર એક્ટ્રેસ સુષ્મિતા સેન આજે પોતાના 47મો જન્મદિવસ મનાવી રહી છે, આજે તેના માટે ખુશીનો દિવસ છે, તમને ખબર છે આજથી 28 વર્ષ પહેલા એક્ટ્રેસે મિસ યૂનિવર્સનો તાજ પહેરીને દેશનુ નામ રોશન કર્યુ હતુ. એક્ટ્રેસના બર્થડે પર અમે તમને તે સમયની કેટલીક ખાસ અનસીન તસવીરો બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુષ્મિતા સેન આજે બૉલીવુડની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે, તેની અદાઓ અને સુંદરતાના કરોડો લોકો દિવાના છે.

એક્ટ્રેસ 19 નવેમ્બરે 47 વર્ષની થઇ ચૂકી છે, આમ છતાં તેની સુંદરતા અને ફિટનેસ યંગ સ્ટાર્સને પણ જોરદાર ટક્કર આપી રહી છે.
આ તસવીરો તે સમયની છે, જ્યારે સુષ્મિતા સેને મિસ યૂનિવર્સનો તાજ પહેર્યો હતો. તસવીરોમાં એક્ટ્રેસની ખુશી જોઇ શકાય છે.
સુષ્મિતા સેને વર્ષ 1994માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો, તમને જાણીને હેરાની થશે કે ત્યારે તે માત્ર 18 વર્ષની હતી.
સાથે જ તમને એ જાણીને ગર્વ પણ થશે કે વર્ષ 1994માં મિસ યૂનિવર્સ જીતનારી તે પહેલી ભારતીય મહિલા હતી.
એક્ટ્રેસે આ મુકામ સુધી પહોંચવા માટે ખુબ મહેનત કરી હતી, તેને પોતાના એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતુ કે, તેની પાસે ગાઉન ખરીદવાના પૈસા ન હતા, અને તેને સરોજની નગરમાંથી પોતાનો ડ્રેસ સિવડાવ્યો હતો.
આની સાથે જ હાથોમાં પહેરવા માટે ગ્લવ્ઝ સુષ્મિતા સેને સૉક્સને કાપીને બનાવ્યા હતા. છતાં પણ આ ડ્રેસમાં સુષ્મિતા સેન એકદમ સુંદર લાગી રહી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે વેબ સીરીઝ ‘આર્યા 2’મા દેખાઇ હતી. હવે તે બહુ જલદી વધુ એક વેબસીરીઝમાં દેખાશે, જેમાં તે ટ્રાન્સજેન્ડરનો રૉલ કરતી દેખાશે.
સુષ્મિતા સેન