Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Shweta Tripathi: એક્ટ્રેસ નહી, વકીલ બનવા માંગતી હતી મિર્ઝાપુરની ગોલૂ
મિર્ઝાપુરની ગોલુ ગુપ્તા ઉર્ફે શ્વેતા ત્રિપાઠીએ ગઇકાલે એટલે કે છ જૂલાઇના રોજ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્વેતા ત્રિપાઠી વર્ષ 2018માં આવેલી વેબ સીરિઝ મિર્ઝાપુરના એક સીન માટે ચર્ચામાં આવી હતી. આ સીને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. અભિનેત્રીએ આ સીરીઝમાં ખૂબ જ બોલ્ડ પાત્ર ભજવ્યું હતું. તેના માસ્ટરબેશન સીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિર્ઝાપુરના ગોલુ ગુપ્તાનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ તાજેતરમાં જ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. સ્વરા ભાસ્કર, કિયારા અડવાણી અને નેહા ધૂપિયા પછી શ્વેતા ત્રિપાઠી પણ આ કાસ્ટ સાથે જોડાઈ હતી, જે માસ્ટરબેશન સીનના કારણે ચર્ચામાં આવી હતી.
શ્વેતાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું પણ ન હતું. તે વકીલ બનવા માંગતી હતી જ્યારે પરિવારના સભ્યો તેને IAS બનાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે, તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ થઈ ન હતી અને શ્વેતા બોલિવૂડ અભિનેત્રી બની ગઈ હતી.
શ્વેતાએ શાળાના અભ્યાસ પછી વકીલાતની પ્રવેશ પરીક્ષા આપી અને તે પાસ પણ કરી. તે દરમિયાન શ્વેતા ત્રિપાઠીએ પણ NIFTમાંથી ડિઝાઇનની બેચલર ડિગ્રી મેળવી હતી. વાસ્તવમાં તે ફેશનની દુનિયામાં પણ કંઈક કરવા માંગતી હતી, પરંતુ ધીમે-ધીમે એક્ટિંગમાં તેનો રસ વધતો ગયો.
શ્વેતાના પિતા IAS ઓફિસર છે, જ્યારે માતા ટીચર છે. જ્યારે તેણે એક્ટિંગ કરવાનું નક્કી કર્યું, ત્યારે તેણી તેના માતાપિતાને આ વિશે કહેવાની હિંમત એકઠી કરી શકી નહીં. જોકે, એક દિવસ તેણે તેના પિતાને પોતાનો નિર્ણય જણાવ્યો હતો. તેમના માતા પિતાએ શ્વેતાના નિર્ણયને સમર્થન આપ્યું અને તેને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાવાની સલાહ આપી હતી.
શ્વેતા અભિનેત્રી બનવાનું સપનું લઈને મુંબઈ આવી હતી, પરંતુ તેનો રસ્તો સરળ નહોતો. સૌ પ્રથમ તેણે ફેમિના મેગેઝિનમાં ફોટો એડિટર તરીકે કામ કર્યું. આ પછી તેણે એક પ્રોડક્શન હાઉસમાં પણ કામ કર્યું થોડો સમય અસોસિયેટ ડિરેક્ટર અને પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતુ.
આખરે તેણે પોતાની થિયેટર કંપની ખોલી જેનું નામ ઓલ માય ટી પ્રોડક્શન્સ હતું. શ્વેતા ત્રિપાઠીએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'હરામખોર', 'ગોન કેશ', 'રાત અકેલી હૈ', ધ ઈલીગલ અને 'રશ્મિ રોકેટ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે, મિર્ઝાપુરના ગોલુ ગુપ્તાના પાત્રે તેમને લોકપ્રિયતા અપાવી હતી.
શ્વેતા ત્રિપાઠીની લવસ્ટોરી પણ સંપૂર્ણ રીતે ફિલ્મી છે. શ્વેતાએ વર્ષ 2018 દરમિયાન ચૈતન્ય શર્મા ઉર્ફે રેપર સ્લો ચિતા સાથે લગ્ન કર્યા હતા. ચૈતન્યએ ફિલ્મ ગલી બોયમાં કામ કર્યું છે. બંનેની પહેલી મુલાકાત ફ્લાઈટમાં થઈ હતી.
તે સમયે બંને એક સ્ટેજ શો માટે જઇ રહ્યા હતા. શ્વેતાએ કહ્યું હતું કે તે બંને અન્ય કલાકારોને રિપ્લેસ કરી રહ્યાં છે. અમારી પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી, પરંતુ તે સમયે વાતચીત ખૂબ જ ટૂંકી હતી. મુંબઈ પરત ફરતી વખતે પણ અમે ફ્લાઈટમાં એકબીજાની બાજુમાં બેઠા હતા.