Pics: બૉલીવુડ હસીના Taapsee Pannuએ શિમરી ગાઉનમાં ઉડાવ્યા ફેન્સના હોશ, જુઓ નવી તસવીરો......
Taapsee Pannu Pics: તાપસી પન્નૂ પોતાની એક્ટિંગના દમ પર બૉલીવુડમાં પોતાનુ ખાસ નામ બનાવી ચૂકી છે. તાપસી પન્નૂ એક્ટિંગની સાથે સાથે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે હંમેશા ગ્લેમરસ તસવીરો અને વીડિયોના કારણે પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપસી પન્નૂ (Taapsee Pannu)ની તાજેતરમાં વાયરલ થયેલી તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આમાં તે એકદમ બૉલ્ડ અને હૉટ દેખાઇ રહી છે.
તાપસી પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટૉરી સેક્શનમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને તમે પણ તેની બૉલ્ડનેસનો અંદાજ લગાવી શકો છો. આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે.
આ તસવીરોમાં તાપસી પન્નૂ ગ્રીન કલરના શિમરી ગાઉનમાં દેખાઇ રહી છે. પ્લન્ઝિંગ નેકલાઇન વાળા આ ગાઉનમાં તે ઝીલમિલાતી દેખાઇ રહી છે.
તેને ફોટોશૂટ દરમિયાન પોતાના લેગ્સને ફ્લૉન્ટ કર્યા છે. તેને સાથે મેચિંગ લૂક માટે પેન્ડેન્ટ નેકપીસ, કર્લી હેર બન સ્ટાઇલ કેરી કરી છે.
વળી, મેકઅપની વાત કરીએ તો તેને પરફેક્ટ આઇશેડો, શાર્પ કૉન્ટૂર અને હાઇલાઇટરની સાથે ખુદને એક ગ્લેમ ટચ આપ્યો છે.
તાપસી પન્નૂ તાજેતરમાં જ મુંબઇમાં યોજાયેલા ઓટીટી પ્લે એવૉર્ડ્સમાં પહોંચી હતી. એક્ટ્રેસનો આ લૂક પણ તે જ ઇવેન્ટ દરમિયાનનો છે.
આ ઇવેન્ટમાં તાપસી પન્નૂને ફિલ્મ હસીન દિલરુબા માટે બેસ્ટ એક્ટર ફિમેલ પૉપ્યૂલરનો એવોર્ડ મળ્યો.
તાપસી પન્નૂ તાજેતરમાં જ ફિલ્મ ‘દોબારા’માં દેખાઇ હતી. આ ફિલ્મનુ ડાયરેક્શન અનુરાગ કાશ્યપે કર્યુ હતુ.