Laal Singh Chaddha: ફિલ્મ રિલીઝ પહેલા Aamir Khan પહોંચ્યો ગોલ્ડન ટેમ્પલ, જુઓ તસવીરો
આમિરે ગુરુદ્વારા પહોંચીને પ્રાર્થના કરી અને ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી. આમિર ખાન અને મોના સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેતા આજે સવારે સુવર્ણ મંદિર પહોંચ્યો હતો.. લેટેસ્ટ તસવીરોમાં જોઈ શકાય છે કે આમિર ખાન ગુરુદ્વારામાં જોવા મળી રહ્યો છે. આમિર સાથે અભિનેત્રી મોના સિંહ પણ જોવા મળી રહી છે.
આમિર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, મેં ક્યારેય કોઈનું દિલ દુભાવ્યું નથી અને હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો મારી ફિલ્મ જુએ.
હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર, મોના સિંહ જોવા મળશે.
આ ફિલ્મ સાથે અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષા બંધન' પણ રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.
ગોલ્ડન ટેમ્પલમાં ફેન્સે આમિર ખાન સાથે સેલ્ફી લીધી હતી.