Ira-Nupur Wedding Reception: સચિન તેંડુલકરથી લઇને અનિલ કપૂર સુધી, આયરા- નુપુરના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા આ સ્ટાર્સ
Ira-Nupur Wedding Reception: આમિર ખાનની દીકરી ઇરા ખાન અને નુપુર શિખરેના લગ્નનું ભવ્ય રિસેપ્શન 13 જાન્યુઆરીએ મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિલ કપૂરે આયરા અને નૂપુરના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપીને તેમાં આકર્ષણ ઉમેર્યું હતું. અનિલ આમિરનો ખૂબ સારો મિત્ર છે. આ દરમિયાન અનિલ બ્લેક સૂટમાં ખૂબ જ સુંદર લાગતો હતો.
આ દરમિયાન અનિલ કપૂરે સાઉથ સ્ટાર નાગા ચૈતન્યા સાથે પોઝ પણ આપ્યો હતો.
નાગા ચૈતન્યા પણ આયરા-નુપુરના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તે ગ્રે સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન પણ આમિરની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યો હતો. બ્લેક સૂટમાં બાબિલ ખૂબ જ સ્ટાઇલિશ લાગતો હતો.
આયરા-નુપુરના રિસેપ્શનમાં જયા બચ્ચન દીકરી શ્વેતા બચ્ચન સાથે પહોંચી હતી. આ દરમિયાન તેણે સોનાલી બેન્દ્રે સાથે પોઝ આપ્યો હતો.
અબ્બાસ-મસ્તાન પણ તેમના ભાઈ હુસૈન બરમાલા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેય ભાઈઓએ પાપારાઝી માટે પોઝ આપ્યા હતા.
આમિર ખાનની દીકરીના રિસેપ્શનમાં ક્રિકેટર સચિન તેંડુલકરે પણ હાજરી આપી હતી.
ફરહાન અખ્તર પણ પત્ની શિબાની દાંડેકર સાથે રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન કપલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યું હતું.