Janhvi Kapoor અને ખુશી કપૂરે કરી નાઇટ પાર્ટી, વ્હાઇટ ડ્રેસમાં અનુરાગ કશ્યપની દીકરીનો ગ્લેમરસ અંદાજ
જાન્હવી કપૂર, ખુશી કપૂર અને અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે મિત્ર અક્ષત રંજનની બર્થડે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્રણેયએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાન્હવી કપૂર અને ખુશી કપૂરે મુંબઈમાં અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ સાથે પાર્ટી કરી હતી. છે. ગઈકાલે રાત્રે ત્રણેયએ તેમના મિત્ર અક્ષત રંજનના જન્મદિવસની પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્રણેયએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. જેમાં ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જાન્હવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીનો લુક શેર કર્યો છે. તસવીરમાં તે વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બીજી તરફ જાન્હવીની બહેન ખુશી કપૂરે પણ સફેદ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. ખુશી આ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ખુશીના ફેન્સને તેનો લુક ઘણો પસંદ આવ્યો હતો.
જાન્હવી કપૂર છેલ્લે 'ગુડલક જેરી'માં જોવા મળી હતી. ખુશી જલદી જ ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયાએ તેની તસવીરો પણ શેર કરી છે. જે તેના મિત્ર અક્ષત રંજનનો જન્મદિવસ ઉજવી રહી હતી.
આલિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જન્મદિવસની પાર્ટીની તસવીરો શેર કરી છે. એક ગ્રુપ ફોટોમાં આલિયાએ ખુશી અને જાન્હવી સાથે પોઝ આપ્યો હતો જ્યારે બીજા ફોટોમાં આલિયાએ મિત્રો અરહાન અને મુસ્કાન ચન્ના સાથે પોઝ આપ્યો હતો.
આલિયા પાસે એક YouTube ચેનલ પણ છે જ્યાં તે તેના જીવનની ઝલક શેર કરતી રહે છે. પાર્ટીમાં ખુશી, જાન્હવી અને આલિયા ઉપરાંત અહાન શેટ્ટી અને તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ અને એક્ટર આકાંક્ષા રંજન પણ સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે જાન્હવી ટૂંક સમયમાં રાજકુમાર રાવની ફિલ્મ 'મિસ ઔર મિસિસ માહી'માં જોવા મળશે. તે સની કૌશલ સાથે 'મિલી'માં પણ જોવા મળશે. આ સિવાય જાન્હવી વરુણ ધવનની ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે જે એપ્રિલ 2023માં રિલીઝ થશે.