Jannat Zubair Pics: કેપટાઉનમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી જન્નત ઝુબેર, જુઓ તસવીરો
Jannat Zubair Photos: પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પ્રથમ પગલું ભર્યું હતું. આ પછી અભિનેત્રી ઘણી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસોમાં જન્નત ઝુબેર રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12ના શૂટિંગમાં વ્યસ્ત છે.
જન્નત ઝુબેર ખતરોં કે ખિલાડીના સેટ પરથી સતત તસવીરો શેર કરતી રહે છે. જન્નતે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં જન્નત ઝુબેરના પિંક કલરના આઉટફિટ પહેરીને સનસાઇનમાં પોઝ આપતી જોવા મળે છે.
ખતરોં કે ખિલાડીનું શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહ્યું છે, અભિનેત્રી પણ આખી ટીમ સાથે કેપટાઉનમાં છે.
શોનું શૂટિંગ હવે છેલ્લા તબક્કામાં છે. એટલું જ નહીં શોનો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે.
જન્નત ઝુબૈરે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.