Jawan Worldwide Collection Day 5: દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે 'જવાન', પાંચ દિવસમાં કરી 550 કરોડ રૂપિયાની કમાણી
Jawan BO Collection Day 5 Worldwide: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આ એક્શન-થ્રિલર ફિલ્મે તેની રિલીઝના પાંચ દિવસમાં વિશ્વભરમાં 550 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજવાન 7મી સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી ત્યારથી આ ફિલ્મ માત્ર ઘરેલુ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી રહી છે.
જવાનને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેની સાથે જ આ ફિલ્મને જોવા માટે થિયેટર્સમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તેણે 5 દિવસમાં 550 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
કિંગ ખાનની આ ફિલ્મે રિલીઝના ચાર દિવસમાં જ દુનિયાભરમાં 520 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.
ચાર દિવસમાં સ્થાનિક બજારમાં જવાનનું કુલ કલેક્શન 343.80 કરોડ રૂપિયા હતું, જ્યારે વિદેશી બજારોમાં ચાર દિવસમાં 177 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.
300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં તેની કિંમત કરતાં વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મ વિશ્વભરમાં ત્રણ અલગ-અલગ ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.
એટલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત નયનતારા, વિજય સેતુપતિ, રિદ્ધિ ડોગરા, સાન્યા મલ્હોત્રા સહિતના ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સંજય દત્તે કેમિયો કર્યો છે.
શાહરૂખ ખાનની આ ફિલ્મે તેની રિલીઝ પછી ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, કિંગ ખાને પણ તેની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.
SACNILCના અહેવાલ મુજબ, 'જવાન'એ વૈશ્વિક બોક્સ ઓફિસ પર સૌથી ઝડપથી 500 કરોડ રૂપિયા આંકડો પાર કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બનવાનું ગૌરવ પણ હાંસલ કર્યું છે. 5 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી જવાનને માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ તમામ સેલેબ્સ પણ તેના વખાણ કરતાં થાકતા નથી અને તેને કિંગ ખાનની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ પણ ગણાવી રહ્યા છે.